તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
વાનખેડેમાં ગુંજ્યું 'ઓમ શાંતિ': આશા ભોંસલેના નિધનથી આખું સ્ટેડિયમ શોકમાં ડૂબ્યું, MI અને RCBના ખેલાડીઓએ કાળી પટ્ટી પહેરી અર્પી શ્રદ્ધાંજલિ
સંગીત જગતના 'કોહિનૂર' ના અસ્તથી વિરાટ કોહલી ભાવુક: મેચ પહેલા એક મિનિટનું મૌન પળાયું,

મુંબઈ | તા. 13: આઈપીએલ ૨૦૨૬ની ૨૦મી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે, પરંતુ વાનખેડે સ્ટેડિયમમાં રમત શરૂ થાય તે પહેલાં જ વાતાવરણ એકદમ ગમગીન બની ગયું હતું. દેશના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેના નિધન પર સમગ્ર ક્રિકેટ જગતે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. મેદાન પર ઉતરેલા બંને ટીમોના ખેલાડીઓ અને સ્ટાફે સન્માનના ચિહ્ન તરીકે હાથ પર કાળી પટ્ટી પહેરી હતી અને સંગીત સામ્રાજ્ઞીને યાદ કર્યા હતા.
૯૨ વર્ષની વયે આશા તાઈની ચિરવિદાય
ભારતીય સંગીતનો એક સુવર્ણ યુગ રવિવારે સમાપ્ત થયો. ૯૨ વર્ષની વયે આશા ભોંસલેએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મલ્ટી-ઓર્ગન ફેલ્યોરને કારણે તેમનું અવસાન થતા આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આઠ દાયકા સુધી પોતાના મધુર અવાજથી લાખો હૃદય જીતનાર આશાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે મેચ પહેલા સ્ટેડિયમમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
કોહલીની ભાવુક પોસ્ટ: 'તમારો અવાજ હંમેશા જીવંત રહેશે'
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને આશાજીને શ્રદ્ધાંજલિ આપી હતી. કોહલીએ લખ્યું, "તમારો અવાજ લાખો લોકોના હૃદયને સ્પર્શી ગયો છે અને તે હંમેશા અમારા હૃદયમાં જીવંત રહેશે. આશા જી, તમારા આત્માને શાંતિ મળે." સોશિયલ મીડિયા પર વિરાટની આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે.
સંગીત અને ક્રિકેટના આ સંગમમાં આજે રમતની સાથે સાથે એક મહાન કલાકાર પ્રત્યેનું સન્માન પણ મેદાન પર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
