<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

અભિનેત્રી ત્રિશા કૃષ્‍ણનના ઘરને બોમ્‍બથી ઉડાવી દેવાની મળી ધમકી

બોમ્‍બ સ્‍ક્‍વોડ અને સ્‍નિફર ડોગ્‍સની મદદથી સમગ્ર ઘરની કરાઈ તપાસ : એક અનામી ઈમેલ દ્વારા મળેલી ગંભીર ચેતવણીએ સમગ્ર પોલીસ તંત્રને દોડતું કરી દીધું: તપાસના અંતે ધમકી નકલી હોવાની તમિલનાડુ પોલીસની સત્તાવાર પુષ્ટિ

ચેન્‍નાઈ,તા.૧૪: દક્ષિણ ભારતીય ફિલ્‍મોની લોકપ્રિય અભિનેત્રી ત્રિશા કૃષ્‍ણન હાલમાં સતત સમાચારોમાં છે. એક તરફ થલાપતિ વિજય સાથેના તેના કથિત સંબંધોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, ત્‍યારે બીજી તરફ તેના ચેન્નાઈ  સ્‍થિત ઘર પર બોમ્‍બ હોવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ છે.

સોમવારે સવારે અંદાજે ૯:૩૦ વાગ્‍યે, તમિલનાડુ પોલીસ  ડીજીપી કંટ્રોલ રૂમને એક ઈમેલ મળ્‍યો હતો. જેમાં દાવો કરવામાં આવ્‍યો હતો કે અભિનેત્રીના ઘરમાં ખતરનાક વિસ્‍ફોટકો મૂકવામાં આવ્‍યા છે. આ સમાચાર મળતા જ ટેનામ્‍પેટ પોલીસ  અને બોમ્‍બ ડિસ્‍પોઝલ સ્‍ક્‍વોડની ટીમ ઘટનાસ્‍થળે દોડી ગઈ હતી.

સ્‍નિફર ડોગ્‍સ અને આધુનિક સાધનોની મદદથી અનેક કલાકો સુધી ત્રિશાના આખા ઘરની તપાસ કરવામાં આવી હતી. જોકે, તપાસના અંતે પોલીસે સ્‍પષ્ટતા કરી હતી કે આ ધમકી એક બનાવટી કોલ હતો અને ઘરમાંથી કોઈ પણ શંકાસ્‍પદ સામગ્રી મળી નથી. ઉલ્‍લેખનીય છે કે, અગાઉ ૨ ઓક્‍ટોબર, ૨૦૨૫ના રોજ પણ ત્રિશાને  આવી જ ધમકી મળી હતી, જે બાદ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

આ ઘટનાથી ત્રિશાના ફેન્‍સમાં ચિતા જોવા મળી રહી છે, પરંતુ અભિનેત્રી હાલમાં તેના પ્રોજેક્‍ટ્‍સમાં વ્‍યસ્‍ત છે. તે ટૂંક સમયમાં દિગ્‍દર્શક વસિષ્ઠની ફિલ્‍મ 'વિશ્વંભરા'માં મેગાસ્‍ટાર ચિરંજીવી સાથે જોવા મળશે. આ સોશિયલ-ફેન્‍ટસી ફિલ્‍મનું નિર્માણ યુવી ક્રિએશન્‍સ  દ્વારા કરવામાં આવી રહ્યું છે.

(10:07 AM IST)