<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

લગ્ન કરાવવાની જીદમાં જીજા બન્‍યો ‘કાળ': સાળીને ભગાડવા સાસરિયાં પર કાર ચઢાવી સાતને કચડયા, સાળા સહિત ૩નાં મોત

યુપીના ફતેહપુરથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો

ફતેહપુર,તા.૧૪: યુપીના ફતેહપુરથી એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં સાળીને કારમાં લઈને ભાગતી વખતે એક જીજાએ પોતાના સાસરિયાઓને જ કચડી નાખ્‍યા. આ ઘટનામાં સાળા સહિત ૩ લોકોના મોત થયા છે અને ૪ લોકો ઘાયલ છે. ઘાયલોને હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. ઘટના બાદ લ્‍ભ્‍ ભારે પોલીસ કાફલા સાથે ઘટનાસ્‍થળે પહોંચ્‍યા અને ૩ ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી હતી.

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્‍લામાં એક સનસનાટીભર્યો કિસ્‍સો સામે આવ્‍યો. અહીં સાળીને લઈને ભાગી રહેલા કાર સવાર જીજાને સાસરિયાઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો. કાર સવાર જીજાએ સાસરિયાઓ પર કાર ચઢાવીને સાળા સહિત ૩ને મોતને ઘાટ ઉતારી દીધા હતા, જ્‍યારે ૪ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘટનાથી સમગ્ર વિસ્‍તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. કહેવાય છે કે એક અઠવાડિયા પહેલા આરોપી દીપક સોની પોતાની સગીર પિતરાઈ સાળીને ભગાડી ગયો હતો. આ મામલે રવિવારે સાંજે ચોકીમાં પંચાયત થઈ હતી, પરંતુ કોઈ સમાધાન થઈ શક્‍યું ન હતું. પંચાયત પછી દીપક, સાળીને કારમાં લઈને જઈ રહ્યો હતો, જેને સાસરિયાઓએ રોકવાનો પ્રયત્‍ન કર્યો હતો.

પીછો કરી રહેલા સાસરિયાઓએ કોરવા પાસે કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દીપકે પૂરઝડપે કાર તેમના ઉપર ચઢાવી દીધી હતી, જેનાથી સાળા સહિત ૩ લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ અન્નુ સોની (ઉં.વ.૩૫), અવધ બિહારી સોની (ઉં.વ.૨૩) અને સત્‍યવાન સોની (ઉં.વ.૩૦) તરીકે થઈ છે.

પરિવારજનોએ જણાવ્‍યું કે, દીપક પોતાની સાળીના લગ્ન પોતાના સગા સાળા સત્‍યવાન સોનીના સાળા સાથે કરાવવા માગતો હતો, જેને લઈને એક અઠવાડિયા પહેલા દીપક પોતાની સાળીને લઈને પોતાના ગામ ચાલ્‍યો ગયો હતો અને ત્‍યાં જ બંનેના લગ્ન કરાવી દીધા હતા. આ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. મામલામાં ચોકીમાં સમાધાન કરવા બંને પક્ષના લોકો ગયા હતા, પરંતુ સમાધાન થઈ શક્‍યું ન હતું. ઘટના બાદ લ્‍ભ્‍ ભારે પોલીસ કાફલા સાથે ઘટનાસ્‍થળે પહોંચ્‍યા અને ૩ ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી હતી.

આ ઘટનામાં જે ચાર લોકો ઘાયલ થયા છે, તેમાં મમતા દેવીને ગંભીર હાલતમાં જિલ્‍લા હોસ્‍પિટલ ફતેહપુર રિફર કરવામાં આવ્‍યા છે. આ ઘટનાથી સમગ્ર જિલ્‍લામાં ખળભળાટ મચી ગયો છે અને તણાવની સ્‍થિતિને જોતા એસપીએ ભારે પોલીસ બંદોબસ્‍ત તહેનાત કરી દીધો છે.

પોલીસ અધિક્ષક અભિમન્‍યુ માંગલિકે જણાવ્‍યું કે, એક યુવકનો ઘરગથ્‍થુ વિવાદ હતો. તેઓ ચોકીમાં સમાધાન કરવા આવ્‍યા હતા, જે બાદ ઘરે પરત ફરી રહેલા કાર સવાર વ્‍યક્‍તિએ બાઇકોને ટક્કર મારી હતી, જેમાં ૩ લોકોના મોત થયા છે. ઘાયલોને પોલીસે હોસ્‍પિટલમાં દાખલ કર્યા છે. મૃતકોના પરિવારજનોએ કાર ચઢાવીને હત્‍યાનો આરોપ લગાવ્‍યો છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

(10:08 AM IST)