હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાઈક, ભેંસ અને ૫૦ હજાર રૂપિયાઃ પતિની ડિમાન્ડ પૂરી ન થતાં દીકરી સાથે ઘરમાંથી પત્નીને કાઢી મૂકી
પતિએ તલાક આપ્યા વિના બીજા લગ્ન પણ કરી લીધાઃ હવે પત્નીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ગંભીર ધારાઓમાં ગુનો નોંધાવ્યો

ગાજીપુર,તા.૧૪: દહેજમાં બાઈક, ભેંસ અને ૫૦ હજાર રોકડા નહીં આપતા વિવાહિતાને તેની દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી. એટલું જ નહીં, પતિએ તલાક આપ્યા વિના બીજા લગ્ન પણ કરી લીધા. હવે પત્નીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ ગંભીર ધારાઓમાં ગુનો નોંધાવ્યો છે. આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના મિર્ઝાપુર ગામનો છે. અહીં રહેતા પ્રદીપ યાદવના લગ્ન ૨૦૦૪માં હિન્દુ રીતિ રિવાજ અનુસાર થયા હતા.
સૈદપુર વિસ્તારના એક ગામની રહેવાસી મહિલાના લગ્ન વર્ષ ૨૦૦૪માં પ્રદીપ યાદવ સાથે થયા હતા. આ લગ્નમાં મહિલાના માતા-પિતાએ પોતાના સામર્થ્ય અનુસાર દહેજ પણ આપ્યો, જે બાદ તે લગ્ન કરીને સાસરિયે આવી ગઈ. જો કે થોડા દિવસ વીત્યા બાદ પરિવારમાં દહેજ ઓછો લાવવાના મહેણાં-ટોણાં મારવા લાગ્યા અને માનસિક રીતે હેરાન કરવાનું શરૂ કરી દીધું.
તેઓ મહિલા પાસેથી મોટરસાયકલ, ભેંસ અને ૫૦ હજારની વધારાની માંગ કરવા લાગ્યા. વાત ન માની તો પતિએ પોતાની નવી દુલ્હન સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું. આટલી પ્રતાડના છતાં મહિલાએ એક દિવસ બધું ઠીક થઈ જશે, એવું માનીને સાસરિયામાં રહેવાનું ઠીક સમજ્યું. જો કે આવું ને આવું ચાલુ રહ્યું. વર્ષ ૨૦૨૬માં મહિલાએ દીકરીને જન્મ આપ્યો. તેમ છતાં પતિ અને સાસરિયાવાળા મહિલાને ટોર્ચર કરતા રહ્યા.
વર્ષ ૨૦૧૧માં પતિએ દાગીના અને કપડાં પોતાની પાસે રાખી લીધા અને પત્ની અને દીકરીને ઘરમાંથી કાઢી મૂકી. તે પોતાના પિયરે જતી રહી અને થોડા દિવસ રાહ જોઈ. આ દરમિયાન તેને જાણવા મળ્યું કે તેના પતિ પ્રદીપે ૨૦૨૦માં એક મહિલા સાથે છુપાઈને લગ્ન કરી લીધા છે. જાણકારી એકઠી કરતા બધું સાચું નીકળ્યું. આટલો મોટો વિશ્વાસઘાત બાદ મહિલા જ્યારે પોતાના સાસરિયે પહોંચી તો સાસરિયાના લોકોએ તેને ઘરમાં ઘૂસવા ન દીધી.
સાથે જ તેની સાથે ગાળાગાળી કરતા ઘરેથી ભગાડી દીધી. આ ફરિયાદને લઈને મહિલા પોલીસ સ્ટેશને પહોંચી. આરોપ છે કે પોલીસે તેની કોઈ સુનાવણી કરી નહીં. ત્યાર બાદ મહિલાએ પોલીસ અધીક્ષકને મળીને આ મામલાની જાણકારી આપતા મદદ માગી. પોલીસ અધીક્ષકના નિર્દેશ પર પતિ સહિત કુલ પાંચ લોકો પર દહેજ ઉત્પીડન અધિનિયમ સહિતની કેટલીક ગંભીર ધારાઓમાં કેસ નોંધી લીધો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
