News of Tuesday, 14th April 2026
દિવાળી-માર્ચ બાદ હવે એપ્રિલમાં બેંકોમાં કેશ ક્રાઇસિસ
ચૂંટણી અને યુદ્ધના ઓછાયા વચ્ચે બેંકોમાં રોકડની ‘કડાકૂટ'

મુંબઈ,તા.૧૪: સામાન્ય રીતે દિવાળીના તહેવારો કે માર્ચ એન્ડિંગ દરમિયાન બેંકોમાં કેશની ખેંચ જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ બેંકોમાં રોકડની ભારે અછત વર્તાતા નાણાકીય ક્ષેત્રે ફફડાટ વ્યાપી ગયો છે. સૌથી વધુ માઠી અસર સહકારી બેંકોને થઈ રહી છે, જ્યાં ગ્રાહકોને નાણાં ચૂકવવા માટે બેંકોએ ફાંફાં મારવા પડી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વિકટ બની છે કે સ્થાનિક સ્તરે રોકડ ન મળતા સુરતની કેટલીક બેંકોએ છેક મહારાષ્ટ્રના નવાપુર અને મુંબઈ તેમજ એમપીના ભોપાલ અને ઈન્દોર સુધી રોકડ મંગાવવા માટે દોડધામ કરવી પડી રહી છે.
આ ગંભીર મુદ્દે સાઉથ ગુજરાત કો. ઓ. બેંક્સ એસો. (સ્કોબા) દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ને લેખિત રજૂઆત કરવામાં આવી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓ આ અછતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ચૂંટણી પ્રચાર અને અન્ય ખર્ચાઓ માટે મોટા પાયે રોકડનો ઉપાડ થયો હોવાથી સિસ્ટમમાં લિક્વિડિટી ઘટી છે. બીજી તરફ વૈશ્વિક
સ્તરે યુદ્ધની પરિસ્થિતિને કારણે લોકોમાં અનિヘતિતાનો માહોલ છે. શ્રમિકોના પગાર અને ઈમરજન્સી ખર્ચ માટે લોકોએ બેંકમાંથી નાણાં ઉપાડી પોતાની પાસે રાખવાનું વલણ અપનાવતા બેંકોના કાઉન્ટર પર રોકડની આવક ઘટી અને જાવક વધી ગઈ છે. બીજી બાજુ સૂત્રોના કહેવા મુજબ સરકારી બેંકોમાં રોકડની અછત જોવા મળી રહી નથી
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
