<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

બુલેટ ટ્રેન માટે જમીનથી ૩૯ મીટર નીચે ટનલ બોરિંગ મશીનનું અસેમ્‍બલિંગ થયું

બાંદરા-કુર્લા કોમ્‍પ્‍લેક્‍સ અને શીળફાટા વચ્‍ચેના કુલ ૨૧ કિલોમીટર લાંબા ટનલ સેક્‍શનમાંથી ૧૬ કિલોમીટરનું ખોદકામ આ બે TBM દ્વારા પૂર્ણ કરવામાં આવશે

મુંબઈ,તા.૧૪: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટ માટે ઘણસોલી પાસે આવેલા સાવલી ખાતે જમીનથી ૩૯ મીટરની ઊંડાઈએ બીજા ટનલ બોરિંગ મશીન (TBM)ના અસેમ્‍બલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ મશીન તૈયાર થયા બાદ સાવલીથી વિક્રોલી તરફ ટનલ ખોદકામની શરૂઆત કરશે જે ૧૬ કિલોમીટર લાંબા અન્‍ડરગ્રાઉન્‍ડ રૂટ માટે મહત્ત્વનો ભાગ છે. પ્રથમ તબક્કામાં ૧૮ મીટર લાંબું, ૧૦ મીટર પહોળું અને ૯ મીટર ઊંચું, અંદાજે ૧૯૦ ટન વજન ધરાવતું ગેન્‍ટ્રી સાવલી શાફટમાં ઉતારવામાં આવ્‍યું હતું. બાંદરા-કુર્લા કોમ્‍પ્‍લેક્‍સ અને શીળફાટા વચ્‍ચેના કુલ ૨૧ કિલોમીટર લાંબા ટનલ સેક્‍શનમાંથી ૧૬ કિલોમીટરનું ખોદકામ આ બે TBM દ્વારા પૂર્ણ કરવામાં આવશે. 

(10:10 AM IST)