<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ભારત છે ત્‍યાં સુધી વિશ્વ સલામત રહેશેઃ ભાગવત

દેશના આધ્‍યાત્‍મિક જ્ઞાને તેને અનેક સમાજોને નષ્ટ કરનારા ભૌતિકવાદ અને ગ્રાહકવાદ સામે મજબૂત રક્ષણ પૂરું પાડયું

નાગપુર,તા.૧૪: ભારતને વિશ્વનો આત્‍મા ગણાવતાં રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્‍યું હતું કે, દેશના આધ્‍યાત્‍મિક જ્ઞાને તેને અનેક સમાજોને નષ્ટ કરનારા ભૌતિકવાદ અને ગ્રાહકવાદ સામે મજબૂત રક્ષણ પૂરું પાડ્‍યું છે. અહીં યોજાયેલાં પંચકલ્‍યાણક પ્રતિષ્ઠા ગજરથ મહોત્‍સવને સંબોધતાં ભાગવતે દેશના સમૃદ્ધ આધ્‍યાત્‍મિક જ્ઞાન અને તેના પ્રસારમાં સંતોની ભૂમિકા પર ભાર મુક્‍યો હતો. ભાગવતે જણાવ્‍યું હતું કે, જ્‍યાં સુધી ભારતનું અસ્‍તિત્‍વ રહેશે ત્‍યાં સુધી વિશ્વ સલામત રહેશે, કારણકે જો વિશ્વ શરીર છે તો ભારત તેની આત્‍મા છે. ભૌતિકવાદ અને ગ્રાહકવાદે વિશ્વના અનેક સમાજોમાં વિનાશ વેતર્યો છે, પરંતુ પોતાના આધ્‍યાત્‍મિક જ્ઞાન અને બુદ્ધિમતાને લીધે ભારત તેનાથી બચવા પામ્‍યું છે. ગ્રીસ, ઇજિપ્ત તથા રોમન જેવી પ્રાચીન સંસ્‍કૃતિઓ નષ્ટ થઈ ગઈ પરંતુ આપણું અસ્‍તિત્‍વ વિશેષ છે જેને મિટાવી શકાયું નથી.

(10:11 AM IST)