<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ઈરાન વિરુદ્ધ ટ્રમ્‍પનું ‘ઓપરેશન બ્‍લોકેડ': સાગરમાં ઉતાર્યા જંગી જહાજો

અમેરિકી નૌકાદળના ૧૫થી વધુ વિધ્‍વંસક જહાજો તૈનાતઃ નાકાબંધીમાં અમેરિકાના અત્‍યાધુનિક સ્‍ટીલ્‍થ ફાઈટર જેટ્‍સ F-35B આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે

વોશિંગટન,તા.૧૪: ઈસ્‍લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્‍ફળ રહ્યા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ 'ઓપરેશન બ્‍લોકેડ' શરૂ કરી દીધું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના આદેશથી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના ૧૫થી વધુ વિધ્‍વંસક જહાજો તૈનાત કરવામાં આવ્‍યા છે. આ નાકાબંધીમાં અમેરિકાના અત્‍યાધુનિક સ્‍ટીલ્‍થ ફાઈટર જેટ્‍સ F-35B આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

અમેરિકન સેન્‍ટ્રલ કમાન્‍ડના જણાવ્‍યા અનુસાર, શ્‍લ્‍લ્‍ ત્રિપોલી (LHA 7) ને ખાસ કરીને હવાઈ હુમલા અને નાકાબંધી માટે અરબ સાગરમાં ઉતારવામાં આવ્‍યું છે. આ જહાજ પરથી ૨૦થી વધુ F-35B જેટ્‍સ ઉડાન ભરી શકે છે. અમેરિકાએ સ્‍પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર ઈરાનના બંદરો સાથે જોડાયેલા જહાજોને જ રોકશે, જ્‍યારે અન્‍ય દેશોના જહાજો માટે હોર્મુઝનો રસ્‍તો ખુલ્‍લો રહેશે.

ટ્રમ્‍પે સોશિયલ મીડિયા પર ઈરાની નેવીની મજાક ઉડાવતા લખ્‍યું કે, ઈરાનની નેવીના ૧૫૮ જહાજો પહેલેથી જ નષ્ટ થઈ ચૂક્‍યા છે. જો ઈરાનની નાની ફાસ્‍ટ એટેક બોટ પણ અમારા જહાજોની નજીક આવવાની હિમત કરશે, તો અમે તેમને ડ્રગ માફિયાઓની જેમ જડમૂળથી ખતમ કરી દઈશું. ટ્રમ્‍પના આ નિવેદનથી સ્‍પષ્ટ છે કે અમેરિકા હવે આરપારના મૂડમાં છે.

પાકિસ્‍તાનના ઇસ્‍લામાબાદમાં થયેલી અમેરિકા-ઈરાન વચ્‍ચેની મંત્રણા કોઈ પરિણામ વગર પૂરી થઈ છે, જેને કારણે તણાવ ચરમસીમાએ પહોંચ્‍યો છે.

ઈરાનની સેનાએ ધમકી આપી છે કે જો તેમના તેલ નિકાસ કે બંદરોને નુકસાન થશે, તો તેઓ અરબ સાગર અને ઓમાનની ખાડીમાં કોઈપણ દેશના બંદરોને સુરક્ષિત રહેવા દેશે નહીં. 

 

(10:42 AM IST)