<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

મહારાષ્ટ્રથી જંગલી પ્રાણી, પક્ષીની વિસરવાડી પાસે તસ્કરી ઝડપાઈ: ગુજરાતમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું

બર્ડીપાડા ટોલ નાકા પાસે છટકું ગોઠવી પોલીસે ટેમ્પોમાંથી શિયાળ અને પ્રતિબંધિત પક્ષીનો મોટો જથ્થો કબજે કર્યો

 

 મહારાષ્ટ્રના  નંદુરબાર સ્થાનિક ગુના શાખા (LCB) એ વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની ગેરકાયદે તસ્કરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા બર્ડીપાડા ટોલ નાકા પાસે છટકું ગોઠવી પોલીસે ટેમ્પોમાંથી શિયાળ અને પ્રતિબંધિત પક્ષીનો મોટો જથ્થો કબજે કર્યો છે.
આ જીવોને મહારાષ્ટ્રના ધુલિયાથી ગુજરાતના વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યા હતા.ઘટનાની જાણ થતા જ વન વિભાગ અને પશુપાલન વિભાગની ટીમ વિસરવાડી પોલીસ સ્ટેશન પહોંચી હતી.
બાતમીના આધારે નાકાબંધી કરી ટેમ્પો ઝડપ્યો પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ટેમ્પો (નંબર: MH-41-AU-2352)માં વન્ય જીવોની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે પોલીસે બર્ડીપાડા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટેમ્પોને રોકી તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તસ્કરોએ પ્લાસ્ટિકના કેરેટની પાછળ લોખંડના પાંજરા છુપાવ્યા હતા, જેમાં અત્યંત ક્રૂરતાપૂર્વક પ્રાણીઓને પૂરી રાખવામાં આવ્યા હતા. મોટા રેકેટની આશંકા આ મામલે પોલીસે માલેગાંવના રહેવાસી એવા ટેમ્પો ચાલક સહિત ત્રણ શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે. 
જપ્ત કરાયેલા વન્યજીવોની વિગત

(12:03 PM IST)