News of Saturday, 6th June 2026
ભારતે ક્યારેય પણ પોતાની સરહદોની બહારથી મળેલા કોઈ આદેશોનું પાલન કર્યું નથી: ભારત પર પુતિનનું મોટું નિવેદન
પુતિનના આ નિવેદનને ટ્રમ્પ અને અમેરિકી પ્રશાસનને રશિયા તરફથી મળેલો જડબાતોડ જવાબ માનવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી :રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના સાર્વભૌમત્વ અને તેની સ્વતંત્ર વિદેશ નીતિના ખુલ્લા મને વખાણ કર્યા છે. સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF'26) માં બોલતા પુતિને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ભારતે ક્યારેય પણ પોતાની સરહદોની બહારથી મળેલા કોઈ આદેશોનું પાલન કર્યું નથી. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નવી દિલ્હી પર સતત એવું દબાણ બનાવી રહ્યા છે કે ભારત મોસ્કો (રશિયા) સાથેના પોતાના વ્યાપારિક સંબંધો ઘટાડી દે. પુતિનના આ નિવેદનને ટ્રમ્પ અને અમેરિકી પ્રશાસનને રશિયા તરફથી મળેલો જડબાતોડ જવાબ માનવામાં આવી રહ્યો છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
