અમેરિકાએ ઇરાન ઉપર ઝીંકયો મહાબોંબ 10:48 AM
એલોન મસ્કના ડૂબતા વહાણને જેણે આપ્યો કિનારો: એ ગોવા કનેક્શન ધરાવતો ભારતીય હવે સ્પેસએક્સમાંથી કમાશે ₹૮.૫ લાખ કરોડ!
જ્યારે મસ્કની ટેસ્લા નાદારીના આરે હતી ત્યારે એન્ટોનિયો ગ્રેસિયાસે આપ્યા હતા $૧ મિલિયન : હવે સ્પેસએક્સના સંભવિત આઈપીઓ બાદ બનશે વિશ્વના સૌથી ધનિક રોકાણકાર

પણજી: : વિશ્વના સૌથી પ્રભાવશાળી અને ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કની સફળતા પાછળ એક એવા ભારતીય મૂળના વ્યક્તિનો હાથ છે, જેમના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ઇતિહાસના પાના ફેરવીએ તો એક સમય એવો હતો જ્યારે મસ્કની કંપનીઓ ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહી હતી. તે મુશ્કેલ સમયમાં ભારતના ગોવા સાથે કનેક્શન ધરાવતા ૫૫ વર્ષીય દિગ્ગજ રોકાણકાર એન્ટોનિયો ગ્રેસિયાસે મસ્ક પર ભરોસો મૂક્યો અને આર્થિક મદદ કરી. આજે તે જ અતૂટ વિશ્વાસ ગ્રેસિયાસને અબજો ડોલરની કમાણી કરાવી રહ્યો છે. અહેવાલો અનુસાર, મસ્કની સ્પેસ એરોસ્પેસ કંપની 'SpaceX' ના સંભવિત આઈપીઓ (IPO) પછી ગ્રેસિયાસના હિસ્સાનું મૂલ્ય આશરે ૧૦૦ બિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં ₹૮.૫ લાખ કરોડ સુધી પહોંચી શકે છે.
અમેરિકાના ડેટ્રોઇટમાં જન્મેલા એન્ટોનિયો ગ્રેસિયાસ શિકાગો સ્થિત જાણીતી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ 'વેલોર ઇક્વિટી પાર્ટનર્સ' ના સ્થાપક અને સીઈઓ છે, જે હાલમાં $૫૫ બિલિયનથી વધુની સંપત્તિનું સંચાલન કરે છે. મસ્ક અને ગ્રેસિયાસની મિત્રતા બે દાયકા જૂની છે. જ્યારે ટેસ્લા મોડેલ ૩ ના પ્રોડક્શન વખતે કંપની નાદારીના આરે હતી, ત્યારે ગ્રેસિયાસે મસ્કને સમયસર $૧ મિલિયનની લોન આપીને કંપનીને નવું જીવન આપ્યું હતું. એટલું જ નહીં, બંને મિત્રો પ્રોડક્શનની સમસ્યાઓ ઉકેલવા માટે ફેક્ટરીના ફ્લોર પર જ સાથે સૂતા હતા. ગ્રેસિયાસે વર્ષ ૨૦૦૮માં જ્યારે સ્પેસએક્સમાં $૭૬ મિલિયનનું પ્રારંભિક રોકાણ કર્યું, ત્યારે લોકો તેને જોખમી માનતા હતા, પરંતુ આજે તેમની પેઢી સ્પેસએક્સમાં અંદાજે ૪ ટકાનો આર્થિક અને ૭.૩ ટકાનો ક્લાસ-A કંટ્રોલિંગ હિસ્સો ધરાવે છે.
હવામાન અને બજારના સમીક્ષકોના મતે, સ્પેસએક્સ કંપની જૂન ૨૦૨૬માં સ્ટોક એક્સચેન્જ પર આશરે ₹૧.૭૫ ટ્રિલિયનના રેકોર્ડબ્રેક મૂલ્યાંકન સાથે લિસ્ટેડ થઈ શકે છે. જો આ લિસ્ટિંગ સફળ રહેશે તો ગ્રેસિયાસનો હિસ્સો જ માત્ર ₹૯૦ બિલિયન (અંદાજે ₹૮.૫ લાખ કરોડ) નો થઈ જશે અને જો કંપનીનું બજાર મૂલ્ય ₹૨ ટ્રિલિયનને પાર કરશે તો આ આંકડો $૧૪૦ બિલિયન સુધી પહોંચી શકે છે. એન્ટોનિયો ગ્રેસિયાસે માત્ર ટેસ્લા કે સ્પેસએક્સ જ નહીં, પરંતુ ન્યુરાલિંક, સોલારસિટી અને ધ બોરિંગ કંપની જેવી મસ્કની લગભગ દરેક મોટી બ્રાન્ડ્સમાં રોકાણ કરીને બોર્ડ મેમ્બર તરીકે સક્રિય ભૂમિકા ભજવી છે. ગોવાના મૂળથી શરૂ થયેલી તેમની આ સફર આજે વૈશ્વિક રોકાણ જગત માટે રોલ મોડેલ સાબિત થઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
