<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th June 2026

મફત યોજનાઓ (ફ્રીબીઝ) દેશની ઉત્પાદકતા વધારવામાં આશાસ્પદ: વડાપ્રધાનના આર્થિક સલાહકારનું નિવેદન

ડૉ. શમિકા રવિએ કલ્યાણકારી યોજનાઓ ભારતના આર્થિક વિકાસ અને પ્રોડક્ટિવિટી માટે પોઝિટિવ ગણાવી

નવી દિલ્હી: દેશમાં લાંબા સમયથી ચાલી રહેલી 'ફ્રીબીઝ' એટલે કે મફત કલ્યાણકારી યોજનાઓની ચર્ચા વચ્ચે વડાપ્રધાનના આર્થિક સલાહકાર પરિષદના સભ્ય ડૉ. શમિકા રવિએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ યોજનાઓનો બચાવ કરતા આશા વ્યક્ત કરી છે કે આ પ્રકારની સહાય અને મફત સુવિધાઓ વાસ્તવમાં ભારતની ઉત્પાદકતા (પ્રોડક્ટિવિટી) વધારવામાં મદદરૂપ સાબિત થઈ રહી છે. સામાન્ય રીતે આર્થિક જગતમાં ફ્રીબીઝની ટીકા થતી હોય છે, પરંતુ પીએમ ઈકોનોમિક એડવાઈઝરના આ હકારાત્મક વલણથી હવે આર્થિક નીતિઓ ઘડવામાં ગરીબો અને મધ્યમ વર્ગને અપાતી રાહતોનું મહત્વ પૂરવાર થઈ રહ્યું છે.

(12:15 PM IST)