તા. ૨૯ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૧ ગુરૂવાર
News of Sunday, 7th June 2026
પશ્ચિમ બંગાળમાં ટીએમસી નેતાઓ સામે જનતાનો ભારે આક્રોશ: ધારાસભ્યના મિત્ર પર હિંસક હુમલો
મદન મિત્રની કાર પર ૧૫૦થી ૨૦૦ લોકોના ટોળાએ ઈંટો અને ઈંડા ફેંક્યા, ડ્રાઈવરને બેરહેમીથી ફટકાર્યો

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના નેતાઓ વિરુદ્ધ સામાન્ય જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. મમતા બેનર્જીના વધુ એક ધારાસભ્ય મદન મિત્રની કાર પર ૧૫૦ થી ૨૦૦ લોકોના હિંસક ટોળાએ ઘેરાવ કરીને હુમલો કર્યો હતો. સદભાગ્યે હુમલા સમયે કારમાં ધારાસભ્ય મદન મિત્ર હાજર ન હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ ગાડી પર પથ્થરો, ઈંટો અને ઈંડાનો ભારે મારો ચલાવ્યો હતો. જ્યારે ડ્રાઈવરે ગાડી આગળ વધારવાનો પ્રયાસ કર્યો, ત્યારે ટોળાએ તેને પકડીને બેરહેમીથી માર માર્યો હતો. બંગાળમાં ટીએમસી નેતાઓ પર ઠેર-ઠેર હુમલાના બનાવો વધી રહ્યા છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
