તા. ૨૦ માર્ચ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર સુદ – ૧ શુક્રવાર
News of Sunday, 7th June 2026
ડ્રેગનની ઉંઘ હરામ: "ભારત એક આર્થિક મહાશક્તિ છે" : નેપાળના વિદેશ મંત્રીના નિવેદનથી ચીન સ્તબ્ધ
૨૦મી સદીની ભૂરાજકીય દુશ્મનાવટને ફગાવી નેપાળે 'રાઇઝિંગ ઇન્ડિયા' સાથે હાથ મિલાવ્યા : ક્રોસ-બોર્ડર UPI પેમેન્ટ અને વિકાસ કાર્યોથી બંને દેશોના સંબંધોમાં નવો અધ્યાય શરૂ

નવી દિલ્હી: નેપાળના વિદેશ મંત્રી શિશિર ખાનલે તેમની સત્તાવાર ભારત મુલાકાત દરમિયાન વૈશ્વિક મંચ પર એક વિસ્ફોટક અને ઐતિહાસિક નિવેદન આપ્યું છે, જેનાથી પડોશી દેશ ચીનની ચિંતામાં મોટો વધારો થયો છે. મીડિયાને સંબોધતા ખાનાલે ખુલ્લા દિલથી ભારતના અભૂતપૂર્વ આર્થિક અને ડિજિટલ વિકાસની પ્રશંસા કરી હતી અને ભારતને એક વૈશ્વિક "આર્થિક શક્તિઘર" તરીકે ગણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે નેપાળ હવે જૂની ભૂરાજકીય દુશ્મનાવટ અને ૨૦મી સદીના વિકૃત દ્રષ્ટિકોણને સંપૂર્ણપણે નકારીને ભારતીય ટેકનોલોજી, નવી ઉર્જા અને અનહદ આર્થિક સંભાવનાઓનો લાભ ઉઠાવી નવી ઊંચાઈઓ સર કરવા આતુર છે.
વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકને અત્યંત ફળદાયી ગણાવી હતી. આ બેઠકમાં સરહદ પાર જોડાણ, વેપાર, ઉર્જા ભાગીદારી અને જળ સંસાધન જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી. દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે નાણાકીય એકીકરણ અંગે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત ભારત અને નેપાળ વચ્ચે હવે ક્રોસ-બોર્ડર ડિજિટલ યુપીઆઈ (UPI) પેમેન્ટ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. આ ક્રાંતિકારી પગલાથી પ્રવાસીઓ અને વેપારીઓને સીમલેસ નાણાકીય વ્યવહારોની સુવિધા મળશે.
ભારતે એક ઉદાર અને ભરોસાપાત્ર પડોશી તરીકેની પોતાની ભૂમિકા ફરી સાબિત કરી છે, જે અંતર્ગત ભારતીય આર્થિક સહાયથી નેપાળમાં પુનર્નિર્માણ પામેલી ૭૨ અત્યાધુનિક આરોગ્યસંભાળ સુવિધાઓ અને ૧૨ સાંસ્કૃતિક કેન્દ્રો નેપાળ સરકારને ઔપચારિક રીતે સોંપી દેવામાં આવ્યા છે. શિશિર ખાનલે ઉમેર્યું કે ભારત અને નેપાળ વચ્ચેની ખુલ્લી સરહદો વિકાસ માટે ક્યારેય અવરોધ ન બનતા હંમેશા એક મજબૂત સેતુ તરીકે કામ કરશે. નેપાળની આ રાજદ્વારી ગુલાંટ અને ભારત તરફના ખુલ્લા ઝુકાવથી દક્ષિણ એશિયામાં પોતાનો પ્રભાવ વધારવા મથતા ચીનને બહુ મોટો આંચકો લાગ્યો છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
