હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મોદી કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા : પંજાબ જીતવા પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: રાઘવ ચઢ્ઢા અને તરુણ ચુઘને મળી શકે છે મોટી જવાબદારી
પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મોટો રાજકીય દાવ: નાણાં મંત્રાલયમાં પંકજ ચૌધરીની જગ્યાએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાઘવ ચઢ્ઢાને સ્થાન મળવાની પ્રબળ સંભાવના

ચંદીગઢ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના પ્રથમ સંભવિત કેબિનેટ વિસ્તરણને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આગામી વર્ષે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડ આ વખતે પંજાબ ક્વોટા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પંજાબમાં પોતાના દમ પર સત્તા મેળવવાના લક્ષ્ય સાથે ભાજપ આ વિસ્તરણમાં રાજ્યના બે અગ્રણી ચહેરાઓ - પક્ષના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુઘ અને તાજેતરમાં જ આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભાજપમાં સામેલ થયેલા લોકપ્રિય રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે.
પીએમ મોદીના અત્યંત વિશ્વાસુ અને આરએસએસના જૂના કાર્યકર્તા તરુણ ચુઘ અમૃતસરના વતની છે. તેઓ હાલમાં જમ્મુ-કાશ્મીર, તેલંગાણા અને લદ્દાખ જેવા મહત્વપૂર્ણ રાજ્યોમાં ભાજપના પ્રભારી તરીકે સફળ સંગઠનાત્મક ભૂમિકા ભજવી રહ્યા છે. શૈક્ષણિક રીતે એચઆરમાં એમબીએની ડિગ્રી ધરાવતા ચુઘને પંજાબમાં પક્ષનો મોટો જમીની ચહેરો માનવામાં આવે છે, અને આ કેબિનેટ ફેરબદલમાં તેમને કેન્દ્ર સરકારમાં કોઈ મહત્વપૂર્ણ મંત્રાલયની કમાન સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ, રેલ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુને રાજ્યસભાની ટિકિટ ન આપીને પંજાબ ચૂંટણીના મેદાનમાં ઉતારવાની યોજના ઘડાઈ રહી છે.
આ સમગ્ર વિસ્તરણમાં સૌથી આકર્ષક કેન્દ્ર રાઘવ ચઢ્ઢા બન્યા છે, જેઓ તાજેતરમાં આપના અન્ય સાત સાંસદો (જેમાં હરભજન સિંહ અને સ્વાતિ માલીવાલ સામેલ છે) સાથે ભાજપમાં જોડાયા છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને યુવાનોમાં પ્રચંડ સોશિયલ મીડિયા ફોલોઈંગ ધરાવતા રાઘવ ચઢ્ઢાને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી (જેમને ઉત્તર પ્રદેશ ભાજપ પ્રમુખ બનાવાયા છે) ના સ્થાને નાણાં મંત્રાલયમાં મોટી અને મહત્વની જવાબદારી મળી શકે છે. તેમની આર્થિક વિષયો પરની પકડ અને ઉચ્ચ શૈક્ષણિક લાયકાતને કારણે પક્ષ તેમને પંજાબમાં ભાજપના આધુનિક અને ભણેલા-ગણેલા ચહેરા તરીકે રજૂ કરીને ચૂંટણીમાં મોટો રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
