News of Monday, 8th June 2026
ચાંદીમાં કડાકોનો દોર : ૮૦૦૦ રૂા. તૂટયા
હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,૪૨,૦૦૦ રૂા. : સોનામાં ૧૦૦૦ રૂા. ઘટતા ભાવ ૧,પ૫,૦૦૦ રૂા. થયા ગત સપ્તાહમાં ચાંદીમાં ૧૭,૦૦૦ રૂા. અને સોનામાં ૩પં૦૦ રૂા.નું ગાબડુ પડયા બાદ નવા સપ્તાહના પ્રારંભે ભાવો તૂટયા

રાજકોટ, તા., ૮: અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધના પગલે બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે ચાંદીમાં કડાકાનો દોર યથાવત રહયો છે. આજે ચાંદીમાં વધુ ૮૦૦૦ રૂા. તૂટયા છે. સોનામાં પણ ૧૦૦૦ રૂા. ઘટયા હતા.
બુલીયન માર્કેટમાં સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં નવા સપ્તાહના પ્રારંભે આજે ચાંદીમાં વધુ ૮૦૦૦ રૂા. તૂટયા હતા. શનિવારે ચાંદી ૧ કિલોના ભાવ ર,૫૦,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ર,૪ર,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગત સપ્તાહમાં ચાંદીમાં ૧૭,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ગાબડુ પડયું હતુ. અમેરીકા અને ઇરાન વચ્ચે ફરી યુધ્ધ થતા અને ડોલર ઇન્ડેક્ષ ઘટતા ચાંદીના ભાવમાં કડાકો દોર યથાવત રહયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા. તૂટતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ શનિવારે૧,૫૬,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,પપ,૦૦૦ રૂા. થઇ ગયા છે. સોનાના બિસ્કીટમાં ૧૦,૦૦૦ રૂા.નુ ગાબડુ પડતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ઘટીને ૧પ,૫૦,૦૦૦ રૂા. થઇ ગયા છે. ગત સપ્તાહમાં સોનામાં ૩૫૦૦ રૂા. ઘટયા બાદ નવા સપ્તાહના પ્રારંભે પણ ભાવ ઘટયા છે.આગામી દિવસોમાં હજુ પણ બંને કિંમતી ધાતુઓના ભાવો ઘટે તેવી શકયતા છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
