News of Monday, 8th June 2026
મમતાને ઝટકોઃ TMCના દિગ્ગજ નેતા સુખેન્દુ શેખર રોયનું રાજીનામું
ભ્રષ્ટાચાર અને કથળતી કાયદો-વ્યવસ્થાથી ગૂંગળામણ અનુભવતા સાંસદે તમામ હોદ્દા છોડયા

કોલકાતા, તા.૮: પヘમિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને રાષ્ટ્રીય સ્તરે વધુ એક મોટો રાજકીય ફટકો પડ્યો છે. તળણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સ્તંભ અને ૧૫ વર્ષ જૂના વફાદાર રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોયે પોતાના પદ અને પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન સી. પી. રાધાકળષ્ણનના નિવાસસ્થાને જઈને સત્તાવાર રીતે રાજીનામું સોંપ્યું હતું. રોયે ખુલાસો કર્યો હતો કે બંગાળમાં સ્થાનિક નગરપાલિકાઓથી લઈને ઉચ્ચ સ્તર સુધી ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને જ્યારે તેમણે આ દૂષણ સામે અવાજ ઉઠાવ્યો, ત્યારે પક્ષની અંદર જ તેમને એકલા પાડી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ ગૂંગળામણ અનુભવી રહ્યા હતા.
રાજીનામું આપ્યા બાદ સુખેન્દુ રોયે વિપક્ષી પક્ષોના ઇન્ડિયા ગઠબંધન પર પણ આકરા પ્રહારો કર્યા હતા અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ મોરચાનું કોઈ ભવિષ્ય નથી. તેમણે બંગાળની વર્તમાન સ્થિતિ અંગે મોટો દાવો કરતા કહ્યું કે, રાજ્યમાં માત્ર આર. જી. કર મેડિકલ કોલેજની કમનસીબ ઘટનાને કારણે જ જનતામાં નારાજગી નહોતી, પરંતુ છેલ્લા ૫ વર્ષથી સતત ચાલી રહેલા ભ્રષ્ટાચારને લીધે લોકોમાં આક્રોશ ભરેલો હતો જે હવે વિસ્ફોટ સ્વરૂપે બહાર આવ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે પヘમિ બંગાળની દરેક નગરપાલિકાઓના નાણાકીય વ્યવહારોનું કડક ફોરેન્સિક ઓડિટ કરવામાં આવે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ટીએમસીના અન્ય એક મહિલા સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી કોયલ મલિક પણ ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. વર્ષ ૨૦૧૧થી મમતા બેનરજીના અત્યંત વિશ્વાસુ અને પક્ષની નીતિઓ નક્કી કરનારા મુખ્ય સૂત્રધાર રહેલા સુખેન્દુ રોયે હવે બદલાયેલા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીની ખુલ્લેઆમ પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે. આ ઘટનાક્રમને જોતાં રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આગામી દિવસોમાં તેઓ વિધિવત રીતે ભાજપનો કેસરીયો ધારણ કરીને બંગાળના રાજકારણમાં નવો અધ્યાય રચી શકે છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
