<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ઈઝરાયેલ અને ઈરાન 'તાત્કાલિક યુદ્ધવિરામ' કરવા માટે ઈચ્છુક : ટ્રમ્પએ કહ્યું- બંને પક્ષો વચ્ચે 'શાંતિ કરાર' માટે વાટાઘાટો ચાલુ

ટ્રમ્પએ ચેતવણી પણ આપી કે કોઈપણ પ્રકારની 'અજ્ઞાનતા કે મૂર્ખતા' આ શાંતિ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે, તાજેતરના ભીષણ હુમલા અને વળતા હુમલા બાદ હવે ઈઝરાયેલ અને ઈરાન બંને 'તાત્કાલિક યુદ્ધવિરામ' કરવા માટે ઈચ્છુક છે. ટ્રમ્પે જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચે અંતિમ 'શાંતિ કરાર' માટેની વાટાઘાટો ચાલી રહી છે, પરંતુ તેમણે ચેતવણી પણ આપી કે કોઈપણ પ્રકારની 'અજ્ઞાનતા કે મૂર્ખતા' આ શાંતિ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે છે. બંને દેશો વચ્ચે એપ્રિલ મહિનાના યુદ્ધવિરામ ભંગ બાદ સર્જાયેલા ભારે તણાવ વચ્ચે ટ્રમ્પે તાકીદે હુમલાઓ રોકીને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવા અપીલ કરી છે. 

(7:38 PM IST)