<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ઇઝરાયેલના મેટુલા અને મિસગાવ અમ વિસ્તારમાં દુશ્મન દેશના ડ્રોન ઘૂસ્યાની આશંકાથી સાયરન ગાજી ઉઠી

ઉત્તરી સરહદે આકાશી ઘૂસણખોરીના એલર્ટથી સેના હાઈ એલર્ટ પર, તમામ વિગતોની સઘન તપાસ શરૂ

મેટુલા: ઇઝરાયેલની ઉત્તરી સરહદે આવેલ મેટુલા અને મિસગાવ અમ વિસ્તારોમાં શંકાસ્પદ દુશ્મન એરક્રાફ્ટ ઘૂસી આવ્યાના એલર્ટ સાથે જ સાયરનો ગુંજી ઊઠી હતી. 

 

ઇઝરાયેલી સંરક્ષણ દળોએ પ્રાથમિક અહેવાલમાં જણાવ્યું છે કે આ વિસ્તારોના આકાશમાં કોઈ શંકાસ્પદ આકાશી ઘૂસણખોરી થઈ હોવાની આશંકાને પગલે સાવચેતીના ભાગરૂપે સાયરન વગાડવામાં આવી હતી. 

 

હાલ આ ઘટનાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. ઇઝરાયેલની વાયુસેના અને રડાર સિસ્ટમ કોઈપણ ખતરાને તોડી પાડવા સંપૂર્ણ સજ્જ હોવાનો દાવો કરાયો છે.

(9:26 PM IST)