<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ઈલેક્‍ટ્રિક ટુ વ્‍હીલરનું વેચાણ મે મહિનામાં ૫૮% વધ્‍યું

TVS માર્કેટ લીડર યથાવતઃ બજાજ બીજા ક્રમે : એથર એનર્જી અને હિરો મોટોકોર્પનું વેચાણ ડબલથી વધુ થયું

નવી દિલ્‍હી,તા.૯: ઈલેક્‍ટ્રિક ટુ વ્‍હીલર (E2W) માર્કેટમાં મે મહિનામાં પણ મજબૂત ગ્રોથ જળવાઈ રહ્યો હતો અને કુલ રજિસ્‍ટ્રેશન ૫૮ ટકા ઉછળીને ૧.૬૪ લાખ યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં ૧.૦૪ લાખ યુનિટ હતું. વાહન પોર્ટલના રજિસ્‍ટ્રેશનના ડેટા છે. ટીવીએસ મોટર કંપનીએ માર્કેટ લીડર તરીકે તેનું સ્‍થાન મે મહિનામાં પણ જાળવી રાખ્‍યું છે. તેનું વેચાણ ૬૧ ટકા વધીને ૪૧,૪૮૯ યુનિટ થયું હતું, જે ગત વર્ષે મે મહિનામાં ૨૫,૮૦૪ યુનિટ હતું. કંપનીએ તેનો ૨૫ ટકા માર્કેટ હિસ્‍સો જાળવી રાખ્‍યો છે. બજાજ ઓટોએ બીજા ક્રમે તેનું સ્‍થાન મજબૂત કર્યું છે. તેનું વેચાણ ૬૮ ટકા વધીને ૩૮,૦૦૫ યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં ૨૨,૬૪૨ યુનિટ હતું. તેનો માર્કેટ હિસ્‍સો સાધારણ વધીને ૨૩ ટકા થયો છે, જે મે-૨૦૨૫માં ૨૨ ટકા હતો. ન્‍યૂએજ કંપનીઓમાં એથર એનર્જીનું વેચાણ ડબલ થઈને ૨૭,૫૨૩ યુનિટ થયું હતું, જે ગત વર્ષે આ ગાળામાં ૧૪,૦૧૬ યુનિટ હતું. આમ, તેમાં ૯૬ ટકા વૃદ્ધિ જોવાઈ છે. તેનો માર્કેટ હિસ્‍સો એક વર્ષમાં ૧૩ ટકાથી વધીને ૧૭ ટકા થઈ ગયો છે. હિરો મોટોકોર્પનું વેચાણ પણ ડબલથી વધુ વધીને ૧૮,૨૫૩ યુનિટ થયું છે, જે ગત વર્ષે મે મહિનામાં ૭૩૮૧ યુનિટ હતું. તેનો માર્કેટ હિસ્‍સો પણ ૭ ટકાથી વધીને ૧૧ ટકા થઈ ગયો છે.

જોકે ઓલા ઈલેક્‍ટ્રિકનું વેચાણ ઘટીને ૧૪,૭૫૨ યુનિટ થયું છે, જે ગત વર્ષે આ ગાળામાં ૧૮,૯૬૭ યુનિટ હતું. તેનો માર્કેટ હિસ્‍સો ઘટીને ૯ ટકા થઈ ગયો છે, જે એક વર્ષ પહેલાં ૧૮ ટકા હતો. ગ્રાહકો ઈલેક્‍ટ્રિક મોબિલિટી તરફ વળતા જોવા મળી રહ્યા છે ત્‍યારે કંપનીઓ પણ સતત નવી પ્રોડક્‍ટ્‍સ લોન્‍ચ કરી રહ્યા છે. વળી, ચાર્જિગ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પણ ઝડપથી વધી રહ્યું છે. જૂની વાહન કંપનીઓ અને એક્‍સક્‍લુઝીવ ઈલેક્‍ટ્રિક વ્‍હીકલ ઉત્‍પાદકો બન્ને સતત ઉત્‍પાદન વધારવા પ્રયાસ કરી રહ્યા છે ત્‍યારે ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને કારણે પણ ઈલેક્‍ટ્રિક ટુ વ્‍હીલરનાં વેચાણને બળ મળ્‍યું છે. એપ્રિલની સરખામણીમાં મે મહિનાના ડેટા જોતા આ બાબત માલૂમ પડે છે. એપ્રિલમાં ચ્‍૨ષ્‍નું વેચાણ ૧.૩૯ લાખ યુનિટ થયું હતું, જેની સામે મે મહિનામાં ૧.૬૪ લાખ યુનિટનું વેચાણ ૧૮ ટકા વૃદ્ધિ દર્શાવે છે.

ઈરાન યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ ઉછળી જતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરકારે વધારો કર્યો છે. તેને કારણે ઘણાં ગ્રાહકો ઈલેક્‍ટ્રિક વ્‍હીકલ તરફ વળ્‍યા છે. વળી, ઈલેક્‍ટ્રિક ટુ વ્‍હીલરમાં મેઈન્‍ટેનન્‍સ એકંદરે ત્‍ઘ્‍ચ્‍ વાહનો કરતાં ઓછું છે

(10:05 AM IST)