<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

સાસુની સુંદરતા પર ફિદા થયો જમાઈઃ કોર્ટ મેરેજ કરી લોકો પાસે માંગ્‍યા આશીર્વાદ

જમાઈ પોતાની જ સગી સાસુના પ્રેમમાં અંધ બનીને તેને ઘરેથી ભગાડી ગયો સાસુ અને જમાઈના લગ્નનો વિડિયો વાયરલ, પોલીસે શરૂ કરી તપાસઃ સંબંધની જાણ થતાં પરિવાર અને સ્‍થાનિક લોકો આヘર્યચકિત

કાનપુર,તા.૯: ઉત્તર પ્રદેશના કાનપુર દેહાતમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્‍યો છે, જેને લઈને સોશિયલ મીડિયા અને સ્‍થાનિક સ્‍તરે ભારે ચર્ચા ચાલી રહી છે. અકબરપુર વિસ્‍તારમાં એક મહિલા અને તેના જમાઈએ કોર્ટ મેરેજ કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ તાજેતરમાં ચર્ચામાં રહેલા સાસુ-જમાઈના સંબંધોના એક અન્‍ય મામલાની યાદ તાજી કરી છે.

અહેવાલો અનુસાર, મહિલા અને તેના જમાઈએ પરસ્‍પર સંમતિથી કોર્ટ મેરેજ કર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ દંપતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને પોતાના નિર્ણયને યોગ્‍ય ગણાવી રહ્યા છે અને લોકોને તેમના નવા સંબંધને સ્‍વીકારી આશીર્વાદ આપવા અપીલ કરતા જોવા મળે છે.

જોકે, વાયરલ વીડિયોની સ્‍વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી. વીડિયો સામે આવ્‍યા બાદ આ મામલો ચર્ચાનો વિષય બન્‍યો છે. વીડિયોમાં બંને પોતાના નિર્ણય અંગે મક્કમ અને આત્‍મવિશ્વાસથી ભરેલા દેખાય છે.

રવિવારે કાનપુર દેહાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્‍યો છે કે એક મહિલા અને એક પુરુષે કોર્ટમાં લગ્ન કર્યા છે. બંને માળા પહેરેલા જોવા મળે છે અને લગ્ન સંબંધિત દસ્‍તાવેજો પણ દર્શાવતા જોવા મળે છે. વીડિયોમાં લખવામાં આવ્‍યું છે, જમાઈએ સાસુ સાથે લગ્ન કર્યા, કાનપુર દેહાત અકબરપુર.

વીડિયોમાં વધુમાં લખવામાં આવ્‍યું છે, કોર્ટ મેરેજ થયા, અમને આશીર્વાદ આપો વીડિયો વાયરલ થયા બાદ લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

દંપતીના પરિવારજનો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. વાયરલ વીડિયોની સત્‍યતા અંગે પણ કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. અકબરપુર પોલીસ સ્‍ટેશનના અધિકારીઓએ જણાવ્‍યું છે કે વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં બંને પક્ષોમાંથી કોઈએ પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.

સ્‍થાનિક સ્‍તરે એવી ચર્ચા ચાલી રહી છે કે મહિલા અને તેના જમાઈ વચ્‍ચે લાંબા સમયથી નજીકના સંબંધો હતા. જોકે, આ દાવાની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ અને સ્‍થાનિક સ્‍તરે મળતી માહિતીના આધારે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ સંબંધની જાણ થતાં પરિવાર અને સ્‍થાનિક લોકો આヘર્યચકિત થઈ ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરંપરાગત સામાજિક માન્‍યતાઓથી વિપરીત ગણાતા આ સંબંધને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

કેટલાક લોકો તેને વ્‍યક્‍તિગત પસંદગીનો મુદ્દો ગણાવી રહ્યા છે, જ્‍યારે કેટલાક લોકો આ સંબંધની નૈતિકતા અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર મોટી સંખ્‍યામાં લોકો આ ઘટના અંગે પોતાના મંતવ્‍યો વ્‍યક્‍ત કરી રહ્યા છે, જેના કારણે ચર્ચાએ વધુ જોર પકડ્‍યું છે.

કોર્ટ મેરેજ ક્‍યારે અને ક્‍યાં થયા હતા તે અંગે હજુ સુધી સ્‍પષ્ટ માહિતી સામે આવી નથી. લગ્ન સંબંધિત દસ્‍તાવેજો વિશે પણ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. હાલમાં સમગ્ર મામલાની સત્‍યતા અંગે અનેક પ્રશ્નો યથાવત છે. પોલીસને આ મામલે કોઈ કાનૂની ફરિયાદ મળી નથી અને સ્‍થાનિક વહીવટીતંત્ર તરફથી પણ હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન જારી કરવામાં આવ્‍યું નથી.

(1:22 PM IST)