<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th June 2026

ગ્રેટર નોઈડાના બીટા-1 વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક :બે શ્વાનોએ કિશોરીને કરડવાનો પ્રયાસ કર્યો

ડરી ગયેલી કિશોરી જીવ બચાવવા માટે દોડવા લાગી:ભાગદોડ દરમિયાન જમીન પર પટકાઈ જતાં તેને હાથના ભાગે ઈજા

નવી દિલ્હી : ગ્રેટર નોઈડાના બીટા-1 વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. હડકાયા શ્વાને એક કિશોરી પર હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. માહિતી અનુસાર બે શ્વાનોએ કિશોરીને કરડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ડરી ગયેલી કિશોરી જીવ બચાવવા માટે દોડવા લાગી હતી. જોકે ભાગદોડ દરમિયાન તે જમીન પર પટકાઈ જતાં તેને હાથના ભાગે ઈજા પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક દોડી આવી કિશોરીને બચાવી હતી અને શ્વાનને દૂર હંકાર્યા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

(12:02 PM IST)