News of Tuesday, 9th June 2026
ટ્રમ્પ સરકારને મોટો ઝટકો :બોસ્ટનની એક કોર્ટે નવા H-1B આવેદનો પર' એક લાખ ડૉલરના વધારાની ફી' ને ગેરકાયદે જાહેર કરીને રદ કરી
કોર્ટે કહ્યું છે કે, સરકાર પાસે આટલી મોટી ફી ઉઘરાવવાનો અધિકાર નથી.

અમેરિકાની ટ્રમ્પ સરકારને મોટો ઝટકો લાગ્યો છે, બોસ્ટનની એક કોર્ટે નવા H-1B આવેદનો પર 1 લાખ ડૉલરના વધારાની ફી લગાવવાની યોજનાને ગેરકાયદે જાહેર કરીને રદ કરી છે..કોર્ટે કહ્યું છે કે, સરકાર પાસે આટલી મોટી ફી ઉઘરાવવાનો અધિકાર નથી.. ટ્રમ્પે H-1B વિઝા પર નવી અરજી સામે 1 લાખ ડૉલર એટલે કે આશરે 96 લાખ રૂપિયા વધારાના વસુલવાની પેરવી કરી હતી.. ટ્રમ્પે ગયા વર્ષે ઈમિગ્રેશન નિયમોને કડક કરતાં H-1B વિઝાની ફીમાં વધારાનો પ્રસ્તાવ મુક્યો હતો.જો આ યોજના લાગુ થાત તો H-1B વિઝા માટે ભારે પૈસા ભરવા પડત. H-1B વિઝાનો ઉપયોગ અમેરિકી કંપનીઓ બીજા દેશોના સ્કિલ્ડ પ્રોફેશનલ્સ, ખાસ કરીને ટેક્નોલોજી સેક્ટરના પ્રોફેશનલ્સની નિમણૂક માટે કરે છે. H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીય આઈટી પ્રોફેશનલ્સને મળતો આવ્યો છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
