<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

અવકાશ વિજ્ઞાનમાં મોટી છલાંગ: નાસાએ આર્ટેમિસ-૩ મિશન માટે ચાર અવકાશયાત્રીઓની સત્તાવાર જાહેરાત કરી

વર્ષ ૨૦૨૭ માં સ્પેસએક્સ અને બ્લુ ઓરિજિનના સહયોગથી લો અર્થ ઓર્બિટમાં અત્યાધુનિક ઓરિયન સ્પેસક્રાફ્ટનું પરીક્ષણ થશે

 

વોશિંગ્ટન: અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેના અત્યંત મહત્વકાંક્ષી અને ઐતિહાસિક 'આર્ટેમિસ-૩' મિશન માટેના ક્રૂની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. વર્ષ ૨૦૨૭ ના અંતમાં આ મિશન લોન્ચ કરવામાં આવશે, જેમાં ચાર કાબેલ અવકાશયાત્રીઓ નાસાના અત્યાધુનિક ઓરિયન સ્પેસક્રાફ્ટનું પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં (લો અર્થ ઓર્બિટ) પરીક્ષણ કરશે.
નાસાની સત્તાવાર જાહેરાત મુજબ, આ ઐતિહાસિક મિશનના કમાન્ડર તરીકે રેન્ડી બ્રેસ્નિક જવાબદારી સંભાળશે. તેમની સાથે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) ના લુકા પરમિતાનો પાઈલટ તરીકે જોડાશે. જ્યારે નાસાના ફ્રેન્ક રૂબિયો અને આન્દ્રે ડગ્લાસ અનુક્રમે મિશન સ્પેશિયાલિસ્ટ ૧ અને ૨ તરીકેની મહત્વની ભૂમિકા ભજવશે.
આ મિશનનો મુખ્ય હેતુ ભવિષ્યના ચંદ્ર અને મંગળ અભિયાનો માટેની નક્કર તૈયારી કરવાનો છે. આર્ટેમિસ-૩ અંતર્ગત અવકાશમાં ઓરિયન સ્પેસક્રાફ્ટનું સ્પેસએક્સના સ્ટારશિપ અને બ્લુ ઓરિજિનના બ્લુ મૂન લેન્ડર સાથે ડોકિંગ અને રેન્ડેઝવસ (સંપર્ક અને જોડાણ) નું અત્યંત જટિલ પરીક્ષણ કરવામાં આવશે.
અવકાશ સંશોધન ક્ષેત્રે આ મિશનને અમેરિકા અને યુરોપની સંયુક્ત વૈજ્ઞાનિક તાકાત તરીકે જોવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં માનવરહિત અને માનવસહિત અવકાશ યાત્રાઓ માટે આર્ટેમિસ-૩ મિશન એક મહત્ત્વનો માઈલસ્ટોન સાબિત થશે, જેની પર હાલ દુનિયાભરના વૈજ્ઞાનિકોની નજર ટકેલી છે.

(12:07 AM IST)