ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા :હવે બિનહરીફ ચૂંટાવાની પુરેપુરી શકયતા
સત્તાવાર પ્રક્રિયા અને જાહેરનામા મુજબની બાકી રહેલી વિધિ પૂર્ણ થયા બાદ આ ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.

ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણીને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં યોજાયેલી ફોર્મ ચકાસણીની પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા માન્ય રાખવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતની રાજ્યસભા બેઠકો માટેની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગઈ છે, અને હવે ચૂંટણી યોજવાની જરૂરિયાત જણાતી નથી.
આ વખતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા કોઈપણ ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી. સંખ્યાબળ અને પક્ષની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસે ઉમેદવારી ન કરવાનો નિર્ણય લીધો હતો. કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાને કારણે હવે રાજ્યસભાની આ બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નહીં.
ચૂંટણી અધિકારી દ્વારા તમામ કાયદાકીય અને વહીવટી તપાસ બાદ ભાજપના ચારેય ઉમેદવારોના ફોર્મ સત્તાવાર રીતે સ્વીકારી લેવામાં આવ્યા છે. સત્તાવાર પ્રક્રિયા અને જાહેરનામા મુજબની બાકી રહેલી વિધિ પૂર્ણ થયા બાદ આ ચારેય ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
