<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

હવે NPCIના UPI Help ફીચરની મદદથી યુઝર્સ તમામ UPI એપ્સની પેમેન્ટ હિસ્ટ્રી એક જ જગ્યાએ જોઈ શકશે

PhonePe, Google Pay અને Paytm સહિત વિવિધ એપ્સથી કરાયેલા ટ્રાન્ઝેક્શનની વિગતો એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થઈ શકે

નવી દિલ્હી :ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગ વચ્ચે મોટાભાગના લોકો એકથી વધુ UPI એપ્સનો ઉપયોગ કરે છે. કોઈ દુકાનમાં પેમેન્ટ માટે ક્યારેક PhonePe, તો ક્યારેક Google Pay અથવા Paytmનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ પછી જૂના ટ્રાન્ઝેક્શન શોધવા માટે દરેક એપ અલગથી ખોલવી પડે છે. હવે આ ઝંઝટમાંથી છુટકારો મળી શકે છે.

હવે NPCIના UPI Help ફીચરની મદદથી યુઝર્સ પોતાની તમામ UPI એપ્સની પેમેન્ટ હિસ્ટ્રી એક જ જગ્યાએ જોઈ શકે છે. એટલે કે, PhonePe, Google Pay અને Paytm સહિત વિવિધ એપ્સથી કરાયેલા ટ્રાન્ઝેક્શનની વિગતો એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થઈ શકે છે.

કેવી રીતે જોઇ શકશો તમામ UPI પેમેન્ટ હિસ્ટ્રી?

1. તમારા ફોનમાં Paytm, PhonePe અથવા અન્ય કોઈ UPI એપ ખોલો.

2. પ્રોફાઇલ ફોટો અથવા એકાઉન્ટ સેટિંગ્સમાં જાઓ.

3. “UPI & Payment Settings” વિકલ્પ પસંદ કરો.

4. નીચે સ્ક્રોલ કરીને “UPI Help” પર ક્લિક કરો.

5. બ્રાઉઝર પસંદ કર્યા બાદ તમે NPCIની વેબસાઇટ પર રીડાયરેક્ટ થશો.

6. ત્યાં તમારો મોબાઇલ નંબર અથવા UPI ID દાખલ કરો.

7. કેપ્ચા કોડ ભરો અને OTP માટે આગળ વધો.

8. OTP દાખલ કરીને વેરિફિકેશન પૂર્ણ કરો.

9. “Transaction History” વિકલ્પ પર ક્લિક કરો.

10. બેંક એકાઉન્ટના છેલ્લાં 4 અંક દાખલ કરીને “Verify & Continue” પર ટૅપ કરો.

આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમે વિવિધ UPI એપ્સ દ્વારા કરાયેલા તમામ ટ્રાન્ઝેક્શનની માહિતી એક જ જગ્યાએ જોઈ શકશો.

જો તમે માત્ર એક જ UPI એપનો ઉપયોગ કરો છો તો તેની અંદર જ સંપૂર્ણ હિસ્ટ્રી મળી જશે. પરંતુ જે લોકો PhonePe, Google Pay, Paytm અને અન્ય એપ્સ વચ્ચે વારંવાર સ્વિચ કરે છે, તેમના માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જુદી જુદી એપ્સમાં ટ્રાન્ઝેક્શન શોધવાની જરૂર નહીં રહે અને થોડા જ મિનિટોમાં તમામ પેમેન્ટ રેકોર્ડ્સ મેળવી શકાશે.

 

ભારતમાં UPI પેમેન્ટ માર્કેટમાં સૌથી મોટો હિસ્સો PhonePeનો છે, જે કુલ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં લગભગ 48 ટકા ભાગ ધરાવે છે. બીજા ક્રમે Google Pay છે, જેનો હિસ્સો આશરે 33થી 35 ટકા વચ્ચે છે. જ્યારે Paytmનો માર્કેટ શેર 6થી 8 ટકા આસપાસ છે. ડિજિટલ પેમેન્ટના યુગમાં UPI Help ફીચર યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ સુવિધા બની શકે છે, જેનાથી તમામ UPI ટ્રાન્ઝેક્શન પર નજર રાખવી વધુ સરળ બનશે.

(12:49 AM IST)