News of Wednesday, 10th June 2026
હનુમાનજી મહારાજની જેમ કર્મમાં યુવાન બની સતત પુરુષાર્થ કરો : પૂ.રમેશભાઈ ઓઝા
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શ્રી રાધા કૃષ્ણ મંદિર અને ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં ‘પૂ.ભાઈશ્રી' દ્વારા કથાનું રસપાન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૦: ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં શ્રી રાધા કૃષ્ણ મંદિર અને ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે તા. ૫ થી ૧૧ જૂન દરમિયાન આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના ચોથા દિવસે ‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે,આપણા શાષાોમાં હનુમાનજી મહારાજને શક્તિ, ભક્તિ અને સેવાનું પ્રતીક માનવામાં આવ્યા છે. હનુમાનજી મહારાજનું સમગ્ર જીવનચરિત્ર આપણને કર્મ, સમર્પણ અને નેતળત્વના અનેક પાઠ શીખવે છે.
‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાએ કહ્યું કે, હનુમાનજી મહારાજની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ ભગવાન શ્રીરામના કાર્યમાં કયારેય ફક્ત પોતાને જ યશ મળે તેવું વિચારતા નથી. લંકા દહન હોય, સંજીવની પર્વત લાવવાનું હોય કે સીતા માતાની શોધ હોય, દરેક કાર્યમાં હનુમાનજી મહારાજનું ધ્યેય રામ કાર્ય સિદ્ધ કરવાનું હતું. તેઓ માનતા કે યશ સમગ્ર ટીમને મળવો જોઈએ. જ્યારે રાવણનો વધ થયો ત્યારે પણ હનુમાનજી મહારાજ પાછળ ભા રહ્યા અને સમગ્ર યશ શ્રીરામને સમર્પિત કર્યો. આ જ સાચા નેતળત્વની નિશાની છે.
‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાએ કહ્યું કે, હનુમાનજી મહારાજ સતત પ્રભુ કાર્ય માટે ઉત્સાહિત રહેતા હતા. તેમનામાં કયારેય થાક, નિરાશા કે કંટાળો જોવા મળ્યો નથી. સમુદ્ર પાર કરવાનો હોય કે આખો પર્વત ઉપાડી લાવવાનો હોય, હનુમાનજી મહારાજ હંમેશા પ્રભુકાર્ય માટે ઉત્સાહ સાથે તૈયાર રહેતા. આ જ કારણથી આપણે પણ આપણા કર્મમાં હંમેશા યુવાન જેવા ઉત્સાહી અને સ્ફૂર્તિલા બનવું જોઈએ. ઉંમર ગમે તે હોય, મનથી યુવાન રહીને કાર્ય કરનાર વ્યક્તિ હંમેશા સફળ થાય છે.
‘પૂ.ભાઈશ્રી' રમેશભાઈ ઓઝાએ કહ્યું કે,હનુમાનજી મહારાજનું જીવન આપણને ત્રણ પ્રકારના વિશ્વાસનો સંદેશ આપે છે. પહેલો વિશ્વાસ પોતાનામાં રાખવો જોઈએ કે ‘હું આ કાર્ય કરી શકું છું'. બીજો વિશ્વાસ આપણા સાથી કર્મચારીઓમાં અને પરિવારમાં રાખવો જોઈએ કે ‘આપણે સાથે મળીને કરી શકીશું'. અને ત્રીજો તથા સૌથી મહત્વનો વિશ્વાસ ઈશ્વરમાં રાખવો જોઈએ કે ‘પરમાત્મા હંમેશા આપણી સાથે જ છે'. જ્યારે આ ત્રણેય વિશ્વાસ દૃઢ હોય ત્યારે કોઈ પણ કાર્ય અશકય રહેતું નથી.
અંતે, હનુમાનજી મહારાજ શીખવે છે કે માત્ર ઈચ્છા રાખવાથી ફળ મળતું નથી. ફળ મેળવવા માટે સતત પુરુષાર્થ કરવો પડે છે. હનુમાનજી મહારાજએ સમુદ્ર કૂદવા પહેલા શક્તિનું સ્મરણ કર્યું, પછી પૂરી તાકાતથી પુરુષાર્થ કર્યો અને ત્યારે જ લંકા પહોંચી શકયા. તેથી જીવનમાં સફળતા મેળવવા માટે શ્રદ્ધા સાથે સતત મહેનત અને પુરુષાર્થ અનિવાર્ય છે.
તા.૧૧ જૂન સુધી યોજાનારી આ કથામાં દરરોજ હજારો ભાવિકો પ્રત્યક્ષ અને ડિજિટલ માધ્યમથી જોડાઈ રહ્યા છે. પૂ.ભાઈશ્રીૅ રમેશભાઈ ઓઝાના દર્શન અને કથાની નિયમિત માહિતી માટે શ્રીહરિ મંદિર, પોરબંદરની ઓફિશિયલ વોટ્સએપ ચેનલ કાર્યરત છે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
