<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ચાંદીમાં વધુ ૮૦૦૦ રૂા. તૂટયા

હાજરમાં ચાંદી ૧ કિલોના ભાવ ઘટીને ર,૩૮,૦૦૦ રૂા. : સોનામાં ૧૦૦૦ રૂા. ઘટતા ભાવ ૧,પ૩,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૧૦: અમેરીકાએ હોર્મુઝ ઉપર કરેલા હુમલાના પગલે આજે  ચાંદીમાં વધુ ૮૦૦૦ રૂા. તૂટયા છે. સોનામાં પણ ૧૦૦૦ રૂા. ઘટયા હતા.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં આજે ચાંદીમાં વધુ ૮૦૦૦ રૂા.  કડાકો થયો હતો.ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ર,૪૬,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે  ર,૩૮,૦૦૦ રૂા. થઇ ગયા છે.   ગત સપ્તાહમાં ચાંદીમાં ૧૭,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ગાબડુ પડયા બાદ સોમવારે ભાવ તુટયા હતા અને મંગળવારે ફરી આંશિક ભાવવધારો થયા બાદ આજે ચાંદીના ભાવ ફરી ઘટયા હતા. અમેરીકાએ હોર્મુઝ ઉપર કરેલા હૂમલાને કારણે ડોલર ઇન્‍ડેક્ષ ઘટતા ચાંદીના ભાવમાં કડાકાનો દોર યથાવત રહયો છે. 

ચાંદીની સાથે સોનામાં પણ ૧૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૦૦૦ રૂા. તૂટતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ગઇકાલે ૧,૫૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,પ૩,૦૦૦ રૂા. થઇ ગયા છે.  સોનાના બિસ્‍કીટમાં ૧૦,૦૦૦ રૂા.નુ ગાબડુ પડતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ઘટીને ૧પ,૩૦,૦૦૦ રૂા. થઇ ગયા છે.  ગત સપ્તાહમાં સોનામાં ૩૫૦૦ રૂા. ઘટયા બાદ સોમવારે ભાવ તૂટયા હતા. મંગળવારે ફરી ભાવ વધ્‍યા બાદ આજે ભાવ તૂટયા હતા. આગામી દિવસોમાં હજુ પણ બંને કિંમતી ધાતુઓના ભાવો ઘટે તેવી શકયતા હોવાનુ ઝવેર બજારના સુત્રોએ જણાવ્‍યુ છે.(

 

(2:56 PM IST)