News of Wednesday, 10th June 2026
દેશના વિકાસને મળ્યો વેગઃ કેબિનેટ બેઠકમાં ૭ મોટા નિર્ણયો
અમદાવાદ મેટ્રોફેઝ 2A મંજુર અને અમરાવતીનો કાયાકલ્પ પીએમ મોદીના મહત્વના ઠરાવો સાથે દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને ડિજીટલ ક્રાંતિનો નવો અધ્યાય શરૂ

નવી દિલ્હી, તા.૧૦: કેન્દ્ર સરકારે દેશના શહેરી વિકાસ અને માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) ને એક નવી ગતિ આપવા માટે શાનદાર નિર્ણયો લીધા છે. તાજેતરમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતથી લઈને આંધ્ર-દેશ સુધીના પ્રગતિશીલ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયોની જાહેરાત કરતા જણાવ્યું કે આ બેઠક માત્ર વિકાસ કાર્યો માટે જ નહીં, પરંતુ પીએમ મોદીના સૌથી લાંબા કાર્યકાળના ઐતિહાસિક રેકોર્ડને બિરદાવવા માટે પણ યાદગાર બની રહી છે.
ગુજરાતના સ્માર્ટ શહેરી પરિવહનને વધુ આધુનિક બનાવવા માટે મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2A ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ આયોજન હેઠળ ૬.૦૩૨ કિલોમીટરનો નવો ભવ્ય મેટ્રો કોરિડોર તૈયાર કરવામાં આવશે, જેમાં પાંચ અદ્યતન મેટ્રો સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ અમદાવાદ અને પાટનગર ગાંધીનગર વચ્ચેનું અંતર ઘટશે અને બંને શહેરો વચ્ચે કુલ ૭૭.૬૩ કિલોમીટરનું એક વિશાળ, દોડતું મેટ્રો રેલ નેટવર્ક જનતાની સેવામાં કાર્યરત થઈ જશે.
નવા સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહેલા આંધ્રપ્રદેશના અમરાવતીના વિકાસને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે બે મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે. તેમાં કેન્દ્ર સરકાર જનરલ પૂલ ઓફિસ એકોમોડેશન અને જનરલ પૂલ રેસિડેન્શિયલ એકોમોડેશન) નો સમાવેશ થાય છે. આ મંજૂરી મળવાથી અમરાવતીમાં આધુનિક સરકારી કચેરીઓ અને રહેણાંક સોસાયટીઓનું નિર્માણ ઝડપી બનશે, જે આ વિસ્તારને વહીવટી અને આર્થિક ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર બનાવશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ભવિષ્યને સુરક્ષિત અને સમળદ્ધ બનાવવા માટે સાત ઠરાવો રજૂ કર્યા છે. આ સાત ઠરાવો અંતર્ગત દેશમાં ડિજિટલ અર્થતંત્ર, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ઇનોવેશન અને નવીન સંશોધનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સરકારનો આ પ્રગતિશીલ અભિગમ ભારતીય કોર્પોરેટ જગત અને એમએસએમઈ ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મદદરૂપ સાબિત થશે.
આ કેબિનેટ નિર્ણયોમાં માત્ર સિમેન્ટ-કોંક્રિટનું માળખું જ નહીં, પરંતુ દેશના માનવ સંસાધનને મજબૂત કરવા પર પણ ભાર મૂકાયો છે. સાત ઠરાવો અંતર્ગત યુવાનોના કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ)ને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સાથે દેશભરમાં રમતગમત અને ફિટનેસના વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવશે, જેથી કરીને ભારતીય ઉદ્યોગોને એક કુશળ, નવીન વિચારો ધરાવતું અને શારીરિક રીતે સક્ષમ-સ્વસ્થ કાર્યબળ (વર્કફોર્સ) મળી રહે
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
