<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

ટીએમસી નેતા અભિષેક બેનર્જીની દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત : બંધારણીય મૂલ્યોની રક્ષા માટે સાથે કામ કરવાની વ્યક્ત કરી કટિબદ્ધતા

આગામી સમયમાં સંસદ અને રાજકીય મોરચે વિપક્ષી એકતાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીએ આજે દિલ્હીમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી સાથે મહત્વની મુલાકાત કરી હતી. આ બેઠક અંગે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ એ સોશિયલ મીડિયા પર માહિતી આપતા ટ્વીટ કર્યું છે કે, આ મુલાકાત લોકશાહીની રક્ષા કરવા, બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા અને દેશના પ્રત્યેક નાગરિકના કલ્યાણ માટે કામ કરવાની બંને પક્ષોની સહિયારી કટિબદ્ધતાને દર્શાવે છે. આગામી સમયમાં સંસદ અને રાજકીય મોરચે વિપક્ષી એકતાને વધુ મજબૂત કરવાના ભાગરૂપે આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

(11:12 PM IST)