ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
નેટ ન્યુટ્રાલિટી વિવાદ વચ્ચે એરટેલે 'પ્રાયોરિટી પોસ્ટપેડ' બ્રાન્ડનું નામ બદલીને 'ફાસ્ટ લેન' કર્યું, પરંતુ જૂના પ્લાનની શરતો યથાવત રાખી
ટેલિકોમ જાયન્ટ એરટેલે તેની વિવાદાસ્પદ 'પ્રાયોરિટી પોસ્ટપેડ' સેવાનું નામ બદલીને 'ફાસ્ટ લેન' કરી દીધું છે. કંપનીએ ફાઇવ-જી સ્લાઇસિંગ ટેકનોલોજીનો ઉપયોગ ચાલુ રાખ્યો છે, જેના પર ટ્રાઇ ચાંપતી નજર રાખી રહ્યું છે. જોકે એરટેલે સ્પષ્ટ કર્યું છે કે આ નામકરણથી પ્રીપેડ ગ્રાહકોના અનુભવમાં કોઈ જ ફરક પડશે નહીં.

નવી દિલ્હી: ભારતીય ટેલિકોમ માર્કેટમાં નેટ ન્યુટ્રાલિટીના મુદ્દે ચાલી રહેલી ગરમાગરમ ચર્ચા વચ્ચે ભારતી એરટેલે એક મોટો નિર્ણય લીધો છે. એરટેલે પોતાના હાઇ-એન્ડ ગ્રાહકો માટે શરૂ કરેલી 'પ્રાયોરિટી પોસ્ટપેડ' સેવાનું રિબ્રાન્ડિંગ કરીને તેને નવું નામ 'ફાસ્ટ લેન' આપ્યું છે. આ સેવા હેઠળ કંપની ફાઇવ-જી નેટવર્ક સ્લાઇસિંગના માધ્યમથી પોસ્ટપેડ ગ્રાહકોને વધુ સ્પીડ અને સારી કનેક્ટિવિટી આપે છે. આ અંગે એવી આશંકા વ્યક્ત કરાઈ હતી કે આમ કરવાથી સામાન્ય પ્રીપેડ યુઝર્સની ઇન્ટરનેટ સ્પીડ ધીમી પડી જશે, પરંતુ એરટેલે સ્પષ્ટતા કરી છે કે પ્રીપેડ યુઝર્સ માટે ડેટા સ્પીડ અને અનુભવ પહેલા જેવો જ રહેશે. બીજી તરફ, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ) એરટેલની આ 'ફાસ્ટ લેન' સેવા નેટ ન્યુટ્રાલિટીના નિયમોનો ભંગ તો નથી કરતી ને, તે અંગે સઘન મોનિટરિંગ કરી રહી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
