News of Wednesday, 10th June 2026
હોર્મુઝ સ્ટ્રેટ નજીક મિસાઈલ હુમલાથી 'સેત્તેબેલ્લો' નામના ઓઈલ ટેન્કરના એન્જીનમાં આગ લાગી : 3 ભારતીયો ગુમ :21ને બચાવાયા
ટેન્કર પર પલાઉ દેશનો ધ્વજ લગાવેલો હતો. હુમલા સમયે તે ઓમાનના સોહાર બંદરગાહથી લગભગ 37 કિલોમીટર દૂર હતું: ભારત સરકારે આ હુમલાની સખત નિંદા કરી

હોર્મુઝ સ્ટ્રેટ નજીક મિસાઈલ હુમલાથી 'સેત્તેબેલ્લો' નામના ઓઈલ ટેન્કરના એન્જિન રૂમમાં આગ લાગી ગઈ. આ જહાજ પર 28 લોકો સવાર હતા, જેમાંથી 24 ભારતીય હતા. રિપોર્ટ્સ અનુસાર 3 ભારતીય હજુ પણ ગુમ છે, જ્યારે 21ને બચાવી લેવામાં આવ્યા છે.
આ ટેન્કર પર પલાઉ દેશનો ધ્વજ લગાવેલો હતો. હુમલા સમયે તે ઓમાનના સોહાર બંદરગાહથી લગભગ 37 કિલોમીટર દૂર હતું. આ હુમલો કોણે કર્યો હતો, તેની જાણકારી હજુ મળી નથી.
ભારત સરકારે આ હુમલાની સખત નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસ આ મામલે સતત નજર રાખી રહ્યું છે અને સ્થાનિક અધિકારીઓ સાથે ચલાવવામાં આવી રહેલા સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશનમાં સંકલન કરી રહ્યું છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
