અમેરિકી સેનાના ગુપ્ત ઓપરેશનથી હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાનનો સફાયો, અમેરિકાનું સંપૂર્ણ વર્ચસ્વ સ્થપાયું: ડોનાલ્ડ ટ્રમ્પ
ઈરાનની સેના અને અર્થવ્યવસ્થા સંપૂર્ણ ખતમ થઈ ગયાની જાહેરાત, ૧૦ કરોડ બેરલ ઓઈલ સુરક્ષિત કઢાયું

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક અત્યંત ચોંકાવનારો અને સનસનીખેજ ખુલાસો કર્યો છે.
ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના સીધા આદેશથી અમેરિકન સેનાએ હોર્મુઝની સામુદ્રધુનીમાં એક ગુપ્ત મિશન પાર પાડ્યું છે, જેના કારણે ૧૦ કરોડ બેરલ કરતાં વધુ ક્રૂડ ઓઇલ અને ૨૦૦ થી વધુ વ્યાપારી જહાજોને સંપૂર્ણ સુરક્ષા સાથે ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
ટ્રમ્પે અત્યંત આક્રમક અંદાજમાં ઈરાનને પડકાર ફેંકતા કહ્યું છે કે હવે આ સામુદ્રધુની પર ઈરાનનું નહીં, પરંતુ માત્ર ને માત્ર અમેરિકાનું જ નિયંત્રણ છે અને ઈરાન માટે હવે બધું જ ખતમ થઈ ચૂક્યું છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અને સત્તાવાર માહિતી અનુસાર, ખાડી દેશોમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને જડબાતોડ જવાબ આપતી એક ઐતિહાસિક સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ગયા મહિને તેમણે મહાન અમેરિકન સેનાને ઓઇલ ટેન્કરો અને અન્ય મોટા વ્યાપારી જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સલામત રીતે પસાર કરાવવા માટે એક અત્યંત ગુપ્ત મિશન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
આ સિક્રેટ ઓપરેશનની ભવ્ય સફળતા અંગે વાત કરતા ટ્રમ્પે ગર્વ સાથે જાહેર કર્યું હતું કે આ જબરદસ્ત પ્રયાસને કારણે ૧૦ કરોડ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ સુરક્ષિત રીતે ખુલ્લા બજારમાં પહોંચી ગયું છે. આ ઉપરાંત ૨૦૦ થી વધુ વિશાળ વ્યાપારી જહાજો પણ કોઈપણ નુકસાન વિના આ જોખમી સામુદ્રધુનીમાંથી હેમખેમ પસાર થઈ ગયા છે.
ઈરાન સામે આકરા પ્રહારો કરતા ટ્રમ્પે તેમના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ અકલ્પનીય અને જબરદસ્ત સફળતાનું એકમાત્ર કારણ એ છે કે હોર્મુઝની સામુદ્રધુની પર હવે અમેરિકાનો સંપૂર્ણ અને અબાધિત કંટ્રોલ છે, ઈરાનનો નહીં.
તેમણે ઈરાનની વર્તમાન સ્થિતિ વિશે કટાક્ષ કરતા અને કડક શબ્દોમાં કહ્યું હતું કે, તેમની સેના હવે હારી ચૂકી છે અને અર્થવ્યવસ્થા પણ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. ઈરાન માટે હવે ખેલ ખતમ થઈ ગયો છે.
ટ્રમ્પના આ સનસનીખેજ ખુલાસા બાદ વૈશ્વિક ઓઇલ બજાર અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
