<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ નોન-ફોસિલ ફ્યુઅલ લક્ષ્યાંકથી દેશમાં ૪૪ લાખ નવી રોજગારીની તકો ઊભી થશે: નવા અભ્યાસમાં ખુલાસો

ભારતે વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ અશ્મિભૂત ઇંધણ મુક્ત (નોન-ફોસિલ ફ્યુઅલ) ઊર્જા ઉત્પાદનનો જે મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો:દેશની અર્થવ્યવસ્થા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. એક નવા સંશોધન અહેવાલ મુજબ આ હરિયાળી ક્રાંતિથી સૌર અને પવન ઊર્જા ક્ષેત્રમાં સીધી અને આડકતરી રીતે ૪૪ લાખથી વધુ લોકો માટે નોકરીઓનું સર્જન થશે.

 ભારત ઝડપથી ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યાંકો તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં જ પ્રકાશિત થયેલા એક ઊંડાણપૂર્વકના અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ રોજગારીના મોરચે પણ જંગી ફાયદો કરાવશે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે જે વ્યાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે તેના પરિણામે દેશમાં અંદાજિત ૪૪ લાખ નવી રોજગારીની તકો ઊભી થશે. આમાં મોટાભાગની નોકરીઓ સોલાર પેનલ ઇન્સ્ટોલેશન, વિન્ડ મિલ મેન્ટેનન્સ, ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ અને તેના સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં ઉપલબ્ધ બનશે, જે યુવા વર્ગ માટે મોટી રાહત સમાન છે.*

(12:34 AM IST)