<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

બિયરની બોટલ પર રૂ.૧૦ વધારે લેવા બદલ રૂ.૨૫૦૦૦નું વળતર ચૂકવવું પડશે

કોર્ટે કેરળ સ્‍ટેટ બેવરિજસ કોર્પોરેશનને આદેશ આપ્‍યો : નિયમ ૧૮(૨) સ્‍પષ્‍ટ રીતે રિટેલર્સ પેકેટ પર છપાયેલી કિંમતથી વધારે ભાવે વસ્‍તુ વેચવાથી રોકે છે

કોચ્‍ચિ,તા.૧૧: કેટલીક વખતે દુકાનદારો એમઆરપી રેટથી વધારે ભાવ વસૂલ કરે છે અને લોકો તેને સામાન્‍ય વાત ગણી આ વાતને ગંભીર ગણતા નથી. જો કે કેરળમાં એક ગ્રાહક પાસેથી બિયરની બોટલ પર એમઆરપીથી ૧૦ રૂપિયા વધારે લેવાનું સરકારી દારૂ નિગમને ભારે પડી ગયું છે.

કન્‍ઝ્‍યુમર કોર્ટે આ કેસમાં મોટું & વલણ અપનાવી કેરળ સ્‍ટેટ બેવરેજિસ કોર્પોરેશન (કેએસબીસી)ને ગ્રાહકને ૨૫,૦૦૦ રૂપિયાનું વળતર ચુકવવાનો આદેશ આપ્‍યો છે.

કેરળનાં પથાનામથિટ્ટામાં એક વ્‍યકિતએ કેએસબીસીનાં આઉટલેટ પરથી ૬૫૦ એમએલની એક બિયરની બોટલ ખરીદી હતી. આ બિયરની બોટલ પર એમઆરઆપી ૧૭૦ રૂપિયા છપાયેલી હતી. જો કે આઉટલેટનાં કર્મચારીએ આ બોટલનું ૧૮૦ રૂપિયાનું બિલ બનાવ્‍યું હતું.

જ્‍યારે ગ્રાહકે આ અંગે વિરોધ નોંધાવ્‍યો તો કર્મચારીએ ગેરવર્તણૂક કરી હતી. કર્મચારીએ ભારપૂર્વક જણાવ્‍યું હતું કે બિલમાં જે રકમ છે તે જ ચુકવવી પડશે અને કોઈ તકલીફ છે તો ફરિયાદ દાખલ કરો.

ત્‍યારબાદ ગ્રાહકે કન્‍ઝ્‍યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી વળતરની માંગ કરી હતી. કોર્ટમાં કેએસબીસીએ દલીલ કરી હતી કે કેરળ સરકારે સોશિયલ સિક્‍યુરિટી સેસ લાગુ કર્યો હતો. જેના કારણે દારૂનાં ભાવ વધ્‍યા હોવાથી ગ્રાહક પાસેથી દસ રૂપિયા વધારે લેવામાં આવ્‍યા હતાં.નિગમે વધુમાં જણાવ્‍યું હતું કે ગોડાઉન અને સપ્‍લાય ચેનમાં અગાઉથી રાખેલ કરોડો રૂપિયાની બિયરની બોટલ પર નવા ભાવનાં લેબલ લગાવવા વ્‍યવહારિક રીતે સંભવ ન હતું.

કોર્ટે આ તમામ દલીલ ફગાવી દઈને જણાવ્‍યું હતું કે નિયમ ૧૮(૨) સ્‍પષ્ટ રીતે રિટેલર્સને પેકેટ પર છપાયેલ રિટેલ પ્રાઇસથી વધારે ભાવ પર વસ્‍તુ વેચવાથી રોકે છે. ૧૭૦ રૂપિયાની એમઆરપીવાળી બોટલ ૧૮૦ રૂપિયામાં વેચવી કાયદાનો ભંગ છે.

 

(10:04 AM IST)