<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

બર્થ ડે કેકમાં રહેલી પીન બાળક ગળી જતાં આંતરડાંમાં પહોંચી

ડિઝાઈનર કેક બનાવવા પીન વપરાઈ હતી : બેકરી વાળાએ માં-બાપને જાણ ન કરીઃ પીન ૪૮ કલાક બાદ બહાર નીકળી ગઈ

મુંબઈ,તા.૧૧: થાણેના હિરાનંદાની એસ્‍ટેટ વિસ્‍તારમાં જન્‍મદિવસની ઉજવણી દરમિયાન મંગાવવામાં આવેલ ડિઝાઈનર કેક ખાધા બાદ ત્રણ વર્ષનો બાળક અજાણતાં કેકની અંદર રહેલ ધાતુની પિનોને ચોકલેટ સમજીને ગળી ગયો હતો. બાળકના એક્‍સરેમાં આ પીનો સ્‍પષ્ટ દેખાઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના ૩૧ મેના રોજ ત્રણ વર્ષીય રેયાંશના જન્‍મદિવસની ઉજવણી દરમિયાન બની હતી. પહેલી જૂને બાળકનો જન્‍મદિવસ હતો, જો કે, રવિવારે તમામ સંબંધીઓ જન્‍મદિવસની ઉજવણી માટે આવી શકે તે માટે એક દિવસ અગાઉ જ થીમ કેક પાર્ટી યોજવામાં આવી હતી. વધુમાં જન્‍મદિવસની ઉજવણી માટે પરિવારે સ્‍થાનિક બેકરીમાંથી સ્‍પાઈડર મેન થીમની કેક પણ મંગાવી હતી.

જો કે, બેકરી સંચાલકે કેકને  સજાવવા અને તેના પર ડિઝાઈનને ટેકો આપવા માટે ધાતુની પીનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ કેકની ડિલીવરી આપતા સમયે બેકરી ચાલકે માતાપિતાને આ અંગે કોઈ જાણ કરી ન હતી. ડિઝાઈનર કેક જોઈને બાળક ઉત્‍સાહિત થઈ ગયો હતો અને તેણે કેકમાં રહેલ ધાતુની પીનને ચોકલેટ સમજીને ગળી ગયો હતો. તેના માતાપિતાને પાછળથી આ અંગે જાણ થઈ હતી.

(10:04 AM IST)