<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ઇલેક્‍ટ્રિકલ વસ્‍તુના ભાવમાં ૭૦ ટકા સુધીનો વધારો

કોપર, ક્રૂડ અને ડોલરના ભાવમાં વધારો થવાના લીધે ભાવ વધારો કરાયો : નવા બંધાતા તમામ પ્રોજેક્‍ટમાં ભાવ વધારાની અસરને પગલે બજેટ પર સીધી અસર

મુંબઈ,તા.૧૧: છેલ્‍લા આઠ મહિનામાં કોપર અને ફૂડના ભાવમાં થઇ રહેલા સતત વધારા ઉપરાંત ડોલર સામે રૂપિયાનું સતત ધોવાણ થવાના લીધે ઈલેક્‍ટ્રિક ચીજવસ્‍તુના ભાવમાં ૨૫ ટકાથી લઇને ૭૦ ટકા સુધીનો વધારો થયો છે. આ કારણોસર નવા બંધાતા તમામ પ્રોજેક્‍ટના ખર્ચમાં ઓછોમાં ઓછો ૨૫ ટકાનો તફાવત જોવા મળ્‍યો છે. કારણ કે કેટલાક પ્રોજેક્‍ટમાં બિલ્‍ડિંગ બનાવવા ઉપરાંત તેમાં લાઇટ ફિટિગ સહિતની કામગીરી કરી આપવામાં આવતી હોય છે. આ કારણોસર અનેક લોકોની હાલત કફોડી બનવાની સાથે તેઓના બજેટ પણ ખોરવાઈ ગયા હોવાની વિગતો જાણવા મળી છે.

ઓક્‍ટોબર ૨૦૨૫માં કોપરના ભાવ અંદાજિત ૯૦૦ રૂપિયાની આસપાસ હતા. જયારે હાલમાં કોપરના ભાવ ૧૩૦૦ રૂપિયાની આસપાસ છે. તેવી જ રીતે ક્રુડના ભાવ ૬૦ થી ૭૦ ડોલરની આસપાસ હતા. જે હાલમાં ૧૦૦ ડોલરની આસપાસ છે. તે ઉપરાંત ડોલર સામે રૂપિયાનુ સતત ધોવાણ થવાના લીધે ઈલેક્‍ટ્રિક ચીજવસ્‍તુ બનાવવામાં આવતા રો મટીરિયલ્‍સના ભાવમાં વધારો થયો છે. તેમાં પણ ઈલેક્‍ટ્રિક ચીજવસ્‍તુ બનાવવા માટે સૌથી વધુ વપરાશ કોપર અને પીવીસીનો થતો હોય છે.

કોપરના ભાવની સાથે ફૂડના ભાવ વધવાના લીધે પીવીસીના ભાવમાં પણ વધારો થયો છે. તેની સીધી અસર ઇ લેક્‍ટ્રિક ચીજવસ્‍તુ પર જોવા મળી છે, કારણ કે ઓક્‍ટોબર ૨૦૨૫માં જે વસ્‍તુનો ભાવ હતો તેના કરતા ૨૫ ટકાથી લઈને ૭૦ ટકા સુધીનો વધારો કરવાની સ્‍થિતિ હાલમાં જોવા મળી રહી છે. જોકે, આગામી દિવસોમાં આવી જ પરિસ્‍થિતિ રહી તો ઈલેક્‍ટ્રિક ચીજવસ્‍તુના ભાવમાં ફરી વધારો કરવો પડે તેવી સ્‍થિતિનું નિર્માણ થવાની શક્‍યતા નકારી શકાય નેમ નથી

ચીનથી સામાન મંગાવી તૈયાર કરવામાં આવતી એલઇડી

એલઇડી બનાવવા માટે જેટલો પણ સામાન વપરાય છે તેમાંથી ૯૦ ટકાથી વધુ વસ્‍તુ ચાઇનાથી આવે છે. આ રો મટીરિયલ્‍સમાંથી એલઇડી લાઇટ અને બલ્‍બ તૈયાર કરવામાં આવતા હોય છે. હવે ડોલર અને રૂપિયાના ભાવમાં તફાવતને કારણે રો મટીરિયલ્‍સ પણ મોઘું થઈ રહ્યું છે. તેની સીધી અસર એલઇડીના ભાવ પર જોવા મળી રહી છે. કારણ કે ચાઈનાથી રો મટીરિયલ્‍સ મંગાવીને તેમાંથી એલઇડી તૈયાર કરવાની કામગીરી ભારતમાં કરવામાં આવી રહી છે. તેવી જ રીતે ફૂડ ઓઇલમાંથી પીવીસી પાઇપ તૈયાર કરવામાં આવતી હોય છે. ફૂડ ઓઇલના ભાવ વધારાની અસર તેના પર પણ જોવા મળી રહી છે.

ઇલેક્‍ટ્રિક ચીજવસ્‍તુમાં થયેલો ભાવ વધારો

ઇલેક્‍ટ્રિક વસ્‍તુમાં સૌથી જરૂરી વાયર હોય છે. ઓક્‍ટોબર ૨૦૨૫માં જે એક એમએમ વાયરનું બંડલ એક હજારથી લઇને અગિયારસોનું મળતું હતું. તેની કિમત હાલમાં ૧૬૦૦થી ૧૭૦૦ની આસપાસ પહોંચી ગઇ છે. તેવી જ રીતે પીવીસી પાઇપનું ૧૦૦ મીટરનું બંડલ પહેલા ૯૦૦ રૂપિયાનું મળતું હતું તે હવે ૧૨૦૦ રૂપિયા પર પહોંચી ગયું છે. ૧૪ રૂપિયાની આસપાસ સ્‍વીચ મળતી હતી તે ૧૮થી ૨૦ રૂપિયા પર પહોંચી ગઇ છે. એલઇડી કોબ લાઇટ ૧૦૦થી ૧૨૦ની મળતી હતી તેનો ભાવ હાલમાં ૧૩૦થી ૧૪૦ રૂપિયાની આસપાસ વસુલ કરવામાં આવે છે. આવી જ રીતે સીલિગ ફેન જે પહેલા ૧૨૦૦ના મળતા હતા તેનો ભાવ હાલમાં ૧૭૦૦ રૂપિયા થઇ ગયો છે.

(10:05 AM IST)