<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

બળદની જોડી પૂરી કરવા ખેડૂતની પત્‍નીએ હળ જોતર્યું

વીજળી પડવાથી એક બળદનો જીવ ગયો : વાઇરલ વિડિયો જોઈને મહારાષ્ટ્ર સરકાર વહારે આવી, બળદ ભેટ આપીને ખેડૂત દંપતીને મદદ કરી

લાતુર,તા.૧૧: ખેતરમાં બળદની જગ્‍યાએ ખેડૂતની પત્‍ની હળ ખેંચતી હોવાનો વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થતાં ખેડૂતોની દયનીય પરિસ્‍થિતિ સામે આવી હતી. જોકે મહારાષ્ટ્ર સરકારે આ ખેડૂત દંપતીની વહારે આવીને બળદની જોડી પૂરી કરી આપી છે. લાતુર જિલ્‍લાના દેવની તાલુકાના બોંબળી ગામના ખેડૂત કાશીનાથ ગાયકવાડનો એક બળદ પાંચમી જૂને વીજળી પડવાને કારણે મૃત્‍યુ પામ્‍યો હતો. ગરીબીના કારણે નવો બળદ ખરીદવા કે ભાડે લાવવા અસમર્થ આ ખેડૂત દંપતી લાચારીમાં ખેતર ખેડી રહ્યું હતું જેમાં પત્‍ની બળદની જગ્‍યાએ હળ ખેંચી રહી હતી. આ વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થતાં મુખ્‍ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસે આ મામલે તાત્‍કાલિક રાહત આપવાના આદેશ આપતાં જ પશુપાલન વિભાગ દ્વારા બુધવારે ગાયકવાડ પરિવારને એક બળદ સોંપવામાં આવ્‍યો હતો જેથી તેમની બળદની જોડી ફરી પૂર્ણ થઈ હતી. સાથે જ સ્‍ટેટ ડિઝેસ્‍ટર રિસ્‍પોન્‍સ ફંડ હેઠળ નિયમ મુજબ વળતર મંજૂર કરવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. સરકારી મદદ મળતાં જ પરિવારે સરકારનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(10:05 AM IST)