<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ખુશખબર...ઇથેનોલ બ્‍લેન્‍ડ પેટ્રોલ થશે સસ્‍તું

સરકારે ઝીરો કરી એકસસાઇઝ ડયુટી : સરકારના આ નિર્ણયથી ગ્રાહકોથી લઈને તેલ કંપનીઓ અને સામાન્‍ય ખેડૂતોને પણ મોટો ફાયદો થવાની આશા

નવી દિલ્‍હી, તા.૧૧: સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર લાગતી એક્‍સાઇઝ ડ્‍યુટી (કેન્‍દ્રીય ઉત્‍પાદક શુલ્‍ક) ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. સરકારના આ નિર્ણયથી ગ્રાહકોથી લઈને તેલ કંપનીઓ અને સામાન્‍ય ખેડૂતોને પણ મોટો ફાયદો થવᅠᅠાની આશા છે. ઉલ્લેખનીય છે કે, સરકારે ઇથેનોલ મિક્‍સ પેટ્રોલ પર એક્‍સાઇઝ ડ્‍યુટીને એવા સમયે ખતમ અથવા શૂન્‍ય કરવાનો નિર્ણય લીધો છે, જ્‍યારે ઈરાન યુદ્ધના કારણે એનર્જી કોરિડોર તરીકે પ્રખ્‍યાત હોર્મુઝ સ્‍ટ્રેટમાંથી ગેસની સાથે જ પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખોરવાયો છે. આવી સ્‍થિતિમાં, એનર્જી સિકયોરિટીને (ઉર્જા સુરક્ષાને) લઈને નવી નીતિ અપનાવવામાં આવી રહી છે, જેથી દેશની ઉર્જા સુરક્ષાને સુનિશ્‍ચિત કરી શકાય.

મળતી માહિતી મુજબ, કેન્‍દ્ર સરકારે પેટ્રોલમાં વધુ માત્રામાં ઇથેનોલ બ્‍લેન્‍ડિંગને (મિશ્રણને) પ્રોત્‍સાહન આપવાની દિશામાં મોટું પગલું ભરતા ૨૨ ટકાથી લઈને ૩૦ ટકા સુધીના ઇથેનોલ બ્‍લેન્‍ડેડ પેટ્રોલ પર કેન્‍દ્રીય ઉત્‍પાદક શુલ્‍ક (Excise Duty) અને કેટલાક અન્‍ય સેસ એટલે કે ઉપકરમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારે ગેઝેટ નોટિફિકેશન (રાજપત્ર) પણ જાહેર કરી દીધું છે. આ નોટિફિકેશન હેઠળ E22, E25, E27 અને E30 શ્રેણીના પેટ્રોલ પર એક્‍સાઇઝ ડ્‍યુટી શૂન્‍ય (૦) કરી દેવામાં આવી છે.

ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશઃ- ભારત વિશ્વમાં કાચા તેલનો (ક્રૂડ ઓઇલનો) ત્રીજો સૌથી મોટો આયાતકાર અને વપરાશકર્તા દેશ છે. આવી સ્‍થિતિમાં સરકાર લાંબા સમયથી પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાની નીતિ પર કામ કરી રહી છે. અત્‍યાર સુધી ચ્‍૨૦ એટલે કે ૨૦ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો હતો, પરંતુ આ નવા નિર્ણયથી તેનાથી વધુ મિશ્રણ ધરાવતા ઇંધણને પણ મોટો વેગ મળશે.

ઇંધણની કિંમતોને સ્‍થિર રાખવામાં મદદ મળશેઃ- નિષ્‍ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી ભવિષ્‍યમાં ઇંધણની કિંમતોને સ્‍થિર રાખવામાં મોટી મદદ મળી શકે છે. આ સાથે જ ઇથેનોલના ઉત્‍પાદન માટે કળષિ ક્ષેત્રમાં માંગ વધશે, જેનાથી સીધો ખેડૂતોને ફાયદો થશે. જોકે, વધુ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનો ઉપયોગ તમામ વાહનોમાં તરત જ શકય બનશે નહીં. આ માટે ઓટોમોબાઈલ ઉત્‍પાદકોએ (વાહન ઉત્‍પાદક કંપનીઓએ) એવા એન્‍જિન વિકસાવવા પડશે જે ઉચ્‍ચ ઇથેનોલ મિશ્રણ ધરાવતા ઇંધણ માટે સુસંગત (અનુકૂળ) હોય.

ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે :- ઇથેનોલ એક બાયોપ્રફયુઅલ (જૈવ-ઇંધણ) છે, જે મુખ્‍યત્‍વે શેરડી, મકાઈ અને અન્‍ય કળષિ ઉત્‍પાદનોમાંથી તૈયાર કરવામાં આવે છે. પેટ્રોલમાં તેનો ઉપયોગ કરવાથી કાચા તેલની આયાત પર ભારતની નિર્ભરતા ઘટશે, કાર્બન ઉત્‍સર્જનમાં ઘટાડો થશે અને ખેડૂતોની આવક વધારવામાં મોટી મદદ મળવાની અપેક્ષા છે. સરકારના આ પગલાને ઉર્જા સુરક્ષા વધારવા અને ગ્રીન ફયુઅલને (હરિત ઇંધણને) પ્રોત્‍સાહિત કરવાની દિશામાં અત્‍યંત મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

 

(10:26 AM IST)