હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM

મુંબઇ, તા.૧૧: અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર સામ-સામે હુમલા શરૂ થતાં વિશ્વભરના બજારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ભલે પછી તે શેરબજાર હોય કે કોમોડિટી માર્કેટ કે પછી ઓઈલ માર્કેટ દરેક જગ્યાએ અસ્થિરતા જોવા મળી રહી છે. આજે ભારતીય શેરબજારની વાત કરીએ તો સેન્સેક્સ અને નિફ્ટી, કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીમાં પણ કડાકાની સ્થિતિ જોવા મળી છે.
સેન્સેક્સની વાત કરીએ તો આજે બજાર ખુલતાંની સાથે જ ૪૬૫ પોઇન્ટ જેટલો તૂટી ગયો છે. બુધવારે સેન્સેક્સનું ક્લૉઝિંગ ૭૩,૯૮૩.૧૮ પોઈન્ટ રહ્યું હતું જે આજે સીધું ૭૩,૬૧૫.૯૯ પોઈન્ટ પર ખુલ્યું હતું અને પછી તે એકાએક ૭૩,૫૧૮.૭૫ ના તળિયે પહોંચી ગયું હતું. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો તેમાં ૧૪૨ પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો હતો. બુધવારે નિફ્ટી ૨૩,૨૧૪.૯૫ પર ક્લૉઝ થયો હતો જે આજે ૨૩,૧૦૪.૪૦ પર ખુલ્યો હતો અને પછી ઘટાડા સાથે ૨૩,૦૭૨.૦૫ ના તળિયે પહોંચી ગયો હતો. જેના લીધો રોકાણકારોની મૂડીમાં મોટો ઘટાડો નોંધાયો હતો.
સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં સોનું ગઈકાલે ૧૪૮૦૧૭ રૂપિયાએ બંધ થયુ હતું. જે આજે ૧૪૬૫૧૮ પર ખુલ્યુ હતું અને પછી ગગડીને ૧૪૬૪૪૪ રૂપિયાએ પહોંચી ગયું હતું જે દર્શાવે છે કે આજે સોનામાં બજાર ખુલતાં જ ૧૫૭૩ રૂપિયાનો કડાકો બોલાઈ ગયો હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો જે ગઈકાલે ૨૩૫૫૦૫ રૂપિયાના લેવલે બંધ થઇ હતી તે આજે ૨૩૧૬૭૧ ની સપાટીએ ખુલી હતી. ત્યારે બાદ ગગડીને ૨૩૦૪૯૩ રૂપિયાએ પહોંચી ગઈ હતી. જે દર્શાવે છે કે આજે ચાંદીમાં ૫૦૧૨ રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે પછીથી તેમાં રિકવરી આવતા ચાંદી સમાચાર લખવા સુધીમાં ૨૩૩૪૯૦ રૂપિયાએ ટ્રેડ થઈ રહી હતી.
બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન યુદ્ધની અસર દેખાઇ છે. ગઈકાલે જે ક્રૂડ ઓઇલ ફરી એકવાર ૯૦ ડૉલરના લેવલ નજીક પહોંચી ગયુ હતું તે આજે ફરી એકવાર ૯૫ ડૉલરની આસપાસ પહોંચી ગયું છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ૯૪.૮૪ ડૉલરની કિંમતે ટ્રેડ થઈ રહ્યો છે જે મોંઘવારી અને ઈંધણની કિંમત માટે સારા સંકેત નથી. બીજી બાજુ રૂપિયો પણ નબળો પડ્યો છે. આજે રૂપિયો ડૉલરની સામે લગભગ ૨૨ પૈસા સુધી કમજોર થયો છે અને હાલમાં એક ડૉલર સામે રૂપિયાએ ૯૫.૪૮ ની સપાટી જાળવી રાખી છે. જે મોંઘવારી માટે મોટો ખતરો માની શકાય તેમ છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM