ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
મધ્ય પૂર્વ ભળકે બળ્યું: અમેરિકાના ભયંકર મિસાઈલ હુમલા સામે ઈરાને હોર્મુઝ ફરી બંધ કર્યુ
કુવૈત-બહેરીનમાં ધણધણ્યા બોમ્બઃ ઇરાને ૧૮ અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર બેલિસ્ટિક મિસાઈલો દાગીને આખું હવાઈ ક્ષેત્ર બંધ કરાવી દીધું અમેરિકી દળોએ તેહરાન સહિત ઈરાનના સૈન્ય મથકોને નેસ્તનાબૂદ કર્યાઃ પાકિસ્તાનની મધ્યસ્થતા છતાં યુદ્ધ ચરમસીમાએ હોર્મુઝ પર અમેરિકાનો કબ્જોઃ ટ્રમ્પનો દાવોઃ ઈરાનની નાકાબંધી તોડી ૨૦૦ જહાજો અને ૧૦ કરોડ બેરલ તેલ સુરક્ષિત બહાર કાઢયું

તહેરાન, તા.૧૧: મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને અમેરિકા તથા ઈરાન વચ્ચે ખુલ્લું યુદ્ધ ફાટી નીકળ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ ના આદેશ પર અમેરિકી દળોએ ઈરાનની અંદર આવેલા મીનાબ અને સિરિક સહિતના અનેક વ્યૂહાત્મક વિસ્તારો પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા કર્યા છે. આ વિનાશક હુમલાઓમાં ઈરાનની લશ્કરી દેખરેખ ક્ષમતાઓ, કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સિસ્ટમ્સ અને હવાઈ સંરક્ષણ સ્થળોને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. મોડી રાત સુધી તેહરાન સહિત ઈરાનના અનેક પ્રમુખ શહેરો વિસ્ફોટોના અવાજથી ધણધણી ઉઠ્યા હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાની ડ્રોન દ્વારા અમેરિકાના અપાચે હેલિકોપ્ટરને તોડી પાડવામાં આવ્યું હતું, જેના સખત જવાબ તરીકે આ સેલ્ફ-ડિફેન્સ હુમલા શરૂ કરવામાં આવ્યા છે. આ આકસ્મિક હુમલા બાદ ઈરાનના રેડ ક્રેસેન્ટે દેશભરના તમામ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરોને હાઈ-એલર્ટ પર મૂકી દીધા છે.
અમેરિકાના આ આક્રમણના જવાબમાં ઈરાને પણ અત્યાર સુધીનો સૌથી મોટો પલટવાર કરીને સમગ્ર ક્ષેત્રને હચમચાવી દીધું છે. ઈરાની સૈન્યએ દાવો કર્યો છે કે તેમણે કુવૈત અને બહેરીનમાં આવેલા ૧૮ અમેરિકન લશ્કરી ઠેકાણાઓ પર એકસાથે મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જેમાં બહેરીનમાં સ્થિત યુએસ ફિફ્થ ફ્લીટના પેટ્રિયોટ સિસ્ટમના રડાર અને સંચાર એન્ટેનાને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાને ઝાંજન, તબ્રીઝ અને ઉર્મિયા જેવા શહેરોમાંથી જોર્ડન તરફ અને અમેરિકી એરબેઝ તરફ બેલિસ્ટિક મિસાઈલો છોડી છે, જેના કારણે કુવૈતમાં અલી અલ-સાલેમ તથા અહેમદ અલ-જાબેર એરબેઝ અને બહેરીનમાં શેખ ઈસા એરબેઝ પર ભારે નુકસાનના અહેવાલ છે. ઈરાનના આ આક્રમક વલણને પગલે કુવૈતે તાત્કાલિક ધોરણે પોતાનું આખું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે અને બહેરીનમાં મોડી રાત સુધી હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા હતા.
આ ભયાનક તણાવ વચ્ચે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે પરમાણુ યુદ્ધની ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું કે, ૅઅમારી સેના વિશ્વમાં સૌથી શક્તિશાળી છે. અમે પાકિસ્તાનની મધ્યસ્થતા અને વિનંતી પર ઈરાનને થોડી રાહત આપી હતી, જેમ આપણે અગાઉ તેમને ભારત સાથે પરમાણુ યુદ્ધમાં જતા અટકાવ્યા હતા. જો હું અહીં ન હોત, તો ત્યાં પરમાણુ યુદ્ધ થઈ ગયું હોત. ટ્રમ્પે ઉમેર્યું કે પાકિસ્તાન ઈરાનની નજીક હોવાથી તે ઈરાનને યોગ્ય રસ્તો અપનાવવા માટે મનાવી રહ્યું છે, પરંતુ અમેરિકા માત્ર એવો જ સોદો ઈચ્છે છે જે અર્થપૂર્ણ અને ટકાઉ હોય. બીજી તરફ, ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને તમામ પ્રકારના વ્યાપારી જહાજો અને ઓઇલ ટેન્કરો માટે સંપૂર્ણપણે બંધ જાહેર કરી દીધું છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ ૨.૫ ડોલર સુધીનો તોતિંગ ઉછાળો આવી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
