ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
તા. ૧૪ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૨ શુક્રવાર
સાહિત્યકારો આપણા ઋષિ ચરિત્ર છેઃ સારા પુસ્તકો મનુષ્યના સારા મિત્ર,જે કયારેય દગો નથી દેતા : પૂ. રમેશભાઈ ઓઝા
જ્યોતીન્દ્ર દવે, ધુમકેતુ, ઉમાશંકર જોશી, નર્મદ, દયારામ જેવા : ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભાઈશ્રીના વ્યાસાસને આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૧: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેર ખાતે ‘‘પૂ.ભાઈશ્રી''રમેશભાઈ ઓઝાના પાવન વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહમાં સ્થાનિક ગુજરાતી સમાજ સહિત વિદેશમાં વસતા ભારતીય ભાવિકો દરરોજ મોટી સંખ્યામાં કથા શ્રવણ માટે ઉમટી રહ્યા છે. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કળતિ, આધ્યાત્મિકતા અને સનાતન મૂલ્યોનો પ્રસાર થઈ રહ્યો છે. કથા મંડપ ભક્તિભાવ અને હરિનામ સંકીર્તનથી ગુંજી ઉઠ્યો છે.
શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે કથાના વ્યાસપીઠેથી ‘‘પૂ.ભાઈશ્રી'' રમેશભાઈ ઓઝાએ ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને વાંચનના મહત્વ પર વિશેષ ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું કે આપણે વિદેશમાં રહીએ છીએ પણ આપણી જડ આપણી ભાષા, સાહિત્ય અને સંસ્કળતિ સાથે જોડાયેલી છે. જ્યોતીન્દ્ર દવે, ઉમાશંકર જોશી, આ બધા ગુજરાતી સાહિત્યકારો માત્ર લેખકો નથી, આપણા ઋષિ ચરિત્ર છે. તેમના વિચારોએ ગુજરાતના સમાજ ઘડતરમાં મોટું યોગદાન આપ્યું છે.
‘‘પૂ.ભાઈશ્રી''રમેશભાઈ ઓઝાએ પ્રશ્ન કર્યો કે નર્મદને કોઈ દિવસ ગુજરાત ભૂલી જાય? જેણે ‘‘જય જય ગરવી ગુજરાત'' આપ્યું તે નર્મદ આપણા હૃદયમાં વસે છે. ભક્તિ સાહિત્યમાં દયારામભાઈને કેમ ભૂલાય? તેમના ગરબા અને પદો આજે પણ ઘરે ઘરે ગવાય છે અને ભક્તિનો ભાવ જગાવે છે.
‘‘પૂ.ભાઈશ્રી'' રમેશભાઈ ઓઝાએ વધુમાં કહ્યું કે ગોવર્ધનરામ ત્રિપાઠીની ‘‘સરસ્વતીચંદ્ર'', ધૂમકેતુની વાર્તાઓ, પન્નાલાલ પટેલની ‘‘માનવીની ભવાઈ'', કનૈયાલાલ માણેકલાલ મુનશીની નવલકથાઓ આ બધાને વાંચીને આપણો વૈચારિક પિંડ તૈયાર થયો છે. જે ભાવાત્મક પિંડ તૈયાર થયો છે તે આ સાહિત્યના સંસ્કારને આભારી છે. તેથી નવી પેઢીએ પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવા માટે ગુજરાતી સાહિત્ય અચૂક વાંચવું જોઈએ.
પૂ.ભાઈશ્રીઙ્ઘ રમેશભાઈ ઓઝાએ યુવાનોને અપીલ કરતા કહ્યું કે મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં દરરોજ થોડો સમય કાઢીને સારા પુસ્તકો વાંચવા જોઈએ. શ્રીમદ ભાગવત, રામાયણ, ગીતા સહિતના ધર્મગ્રંથો વાંચવા જોઈએ અને સત્સંગ કરવો જોઈએ. સારું વાંચન મનુષ્યને સંસ્કારી બનાવે છે. સારા પુસ્તકો મનુષ્યના સારા મિત્ર છે જે કયારેય દગો નથી દેતા, હંમેશા માર્ગદર્શન આપે છે.
કથા દરમિયાન ‘‘પૂ.ભાઈશ્ર'' રમેશભાઈ ઓઝાએ
‘‘એ શ્રી કળષ્ણ તેરે નામ પે કુરબાન હો રહી, સુરત કો તેરી દેખ પરેશાન હો રહી...'' જેવા મધુર ભજનોની પ્રસ્તુતિ કરી હતી. ભજનના સૂરે શ્રોતાઓ ભાવવિભોર થઈ ગયા હતા અને સમગ્ર વાતાવરણ કળષ્ણમય બની ગયું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
