<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th June 2026

ગૃહિણીના ઘરકામનું ન્‍યુનતમ મુલ્‍ય રૂ.૩૦,૦૦૦

ગૃહિણીઓ હોમમેકર નહી નેશન બિલ્‍ડરઃ ઘરકામના આર્થિક મહત્‍વને માન્‍યતા આપતી દેશની સર્વોચ્‍ચ અદાલત : ઘરેલુ કામ માટે મહિલાઓ દર મહિને રૂ.૩૦૦૦૦ની આવકની હકદારઃ અકસ્‍માત સાથે જોડાયેલા એક દાવાની અપીલ પર સુપ્રિમ કોર્ટનો ફેંસલો

નવી દિલ્‍હી, તા.૧૧: સુપ્રીમ કોર્ટે એક અત્‍યંત પ્રગતિશીલ અને ક્રાંતિકારી ચુકાદો આપતા સ્‍પષ્ટ કર્યું છે કે ઘરની ચાર દીવાલો વચ્‍ચે દિવસ-રાત પરસેવો પાડતી ગળહિણીઓનું યોગદાન કોઈ પણ નોકરીયાત પુરુષ કેસ્ત્રી કરતાં સહેજ પણ ઓછું નથી. જસ્‍ટિસ સંજય કરોલ અને જસ્‍ટિસ એન. કોટીશ્વર સિંહની બેન્‍ચે મોટર અકસ્‍માત વળતરના એક કેસની સુનાવણી દરમિયાન ગળહિણીઓને સીધા રાષ્‍ટ્રનિર્માતા તરીકે નવાજ્‍યા છે. અદાલતે સદીઓ જૂની માનસિકતા પર પ્રહાર કરતા કહ્યું કે, ગળહિણીઓ દ્વારા અપાતી સેવાઓ માત્ર પ્રતીકાત્‍મક નથી, પરંતુ તેનું મોટું આર્થિક અને સામાજિક મૂલ્‍ય છે. જો કોઈ માર્ગ અકસ્‍માતમાં ગળહિણીનું મળત્‍યુ થાય કે તેઓ કાયમી અપંગ બને, તો તેમના દ્વારા થતા ઘરેલું સેવાઓના નુકસાન પેટે વળતરની ગણતરી કરવા માટે લઘુત્તમ ધોરણ દર મહિને રૂ.૩૦,૦૦૦ નક્કી કરવામાં આવ્‍યું છે, જે અત્‍યાર સુધીના તમામ માપદંડો કરતાં ઘણું વધારે છે.

એક ગળહિણીનું એના પરિવારમાં યોગદાન માત્ર પરિવાર પૂરતું જ સિમીત નથી. એ દેશના માનવ સંસાઘન તથા રાષ્‍ટ્રનિર્માણમાં પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા અદા કરે છે.આ માટે તેને હોમમેકર કહેવાના બદલે નેશન બિલ્‍ડર કહેવામાં આવે. ચીફ જસ્‍ટિસ સંજય કરોલની અધ્‍યક્ષતાવાળી બેંચે એક મહત્ત્વનો ચૂકાદો આપતા દરેક પરિવારને લાગુ પડે એવી વાત કરી છે. સુપ્રીમ કોર્ટે એવી પણ ટીપ્‍પણી કરી કે, લગ્નનો અર્થ ઘરમાં નોકરાણી લાવવો એવો બિલકુલ નથી. ઘરના જેટલા પણ કામકાજ હોય છે એમાં પતિ અને પત્‍ની એમ બન્નેની સંયુક્‍ત જવાબદારી હોય છે. જો કોઈ પત્‍ની પોતાના કરિયરમાં આગળ વધવા માગે છે તો તે પોતાના સંતાન માટે એક સ્‍થિર માહોલ નક્કી કરે છે.

આ સ્‍થિર માહોલને પતિ અથવા તો સાસરિયા પક્ષના લોકોની ભાવનાને ઠેસ પહોંચાડનારૂ પગલું ન કહી શકાય. પત્‍ની તરફથી કરવામાં આવેલી કે વર્તવામાં આવેલી ક્રૂરતા પણ ન કહી શકાય. મહિલાની પોતાની વ્‍યક્‍તિગત ઓળખ લગ્ન બાદ કદી ખતમ થઈ જતી નથી. કોર્ટે એ વાત પણ માની કે, ઘરના કામ પાછળ ગળહિણીઓ પોતાનો કિંમતી સમય ખર્ચે છે. અનેક એવી વસ્‍તુઓનો પણ ત્‍યાગ કરે છે. આ આધાર પર સંયુક્‍ત રૂપે ખરીદવામાં આવેલી પારિવારિક સંપત્તિમાં પણ પતિનો સમાન અધિકાર હોય છે. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું કે, પત્‍ની અને ગળહિણીનું યોગદાન માત્ર ઘરના કામકાજ પૂરતું જ સિમીત નથી.

બાળકોનું ભરણ-પોષણ, પરિવારનો વિકાસ, નવી પેઢીને તૈયાર કરવી અને સમાજના નિર્માણમાં એકસ્ત્રી નિર્ણાયક ભૂમિકા અદા કરે છે. આ માટે એમના કામને આર્થિક અને સામાજિક એમ બન્ને દ્રષ્ટિકોણથી યોગ્‍ય માન્‍યતા મળવી જ જોઈએ. હાઉસવાઈફનું માર્ગ અકસ્‍માતમાં મોત અને ઈજા થવા પર સુપ્રીમ કોર્ટે નવી ગાઈડલાઈન્‍સ જાહેર કરી દીધી છે. જ્‍યારે કોઈ અકસ્‍મતાને કારણે કોઈ પરિવાર પોતાની ગળહિણીને ગુમાવે છે, ઘરના કામકાજ તથા સ્‍વજનોની સારસંભાળથી વંચિત થઈ જાય છે તો આર્થિક વળતર નક્કી કરતી વખતે એના યોગદાનનું જરૂરી અને ઉચિત મુલ્‍યાંકન થવું અતિ જરૂરી છે. આ માટે કોર્ટે ડૉમેસ્‍ટિક કેર અને નુકસાન પર ઓછામાં ઓછું મુલ્‍ય ૩૦,૦૦૦ રૂપિયા પ્રતિ માસ નક્કી કર્યું છે.

આર્થિક વળતરના દાવામાં ભવિષ્‍યની કમાણી તથા પરિવારપ્રદેશના વિકાસમાં મહિલાની ગણના કરવાના નિયમમાં સ્ત્રીના યોગદાનની નોંધ અવશ્‍ય લે. કોર્ટે માત્ર વળતર જ નહીં, પરંતુ આવા કેસના ઝડપથી નિકાલ માટે પણ મહત્‍વના આદેશ કરી દીધા છે. મોટર એક્‍સિડન્‍ટ ક્‍લેમ ટ્રિબ્‍યુનલ્‍સને મોટર વ્‍હીકલ એક્‍ટની કલમ ૧૬૯ અંતર્ગત નક્કી કરેલી પ્રક્રિયાને, સંક્ષિપ્ત કાર્યવાહીને અક્ષરશઃ લાગુ કરવા જણાવ્‍યું છે. આ ઉપરાંત, દેશની તમામ હાઈકોર્ટના ચીફ જસ્‍ટિસને આ પ્રક્રિયા પર દેખરેખ રાખવા આદેશ આપવામાં આવ્‍યો છે. ભારતીય સમાજમાંસ્ત્રી પ્રત્‍યેના દ્રષ્ટિકોણને તથા દરજ્‍જાને બદલવાની દિશામાં આ એક મોટું પગલું છે. કોર્ટનું સ્‍પષ્ટ કહેવું છે કે, ગળહિણીના કામને રાષ્‍ટ્ર નિર્માણ તરીકે જોવામાં આવે. (

(2:59 PM IST)