સમગ્ર ગુજરાતમાં કેસરિયો લહેરાયો 1:25 PM
રાજકોટ ફરી ભાજપનો ગઢ સાબિત 3:37 PM
દેશભરમાં કુદરતનો બેવડો પ્રહાર : એકતરફ ચોમાસું સક્રિય તો બીજીતરફ પશ્ચિમી વિક્ષેપથી ભારે તોફાનની ચેતવણી
હવામાન વિભાગ દ્વારા ૨૦ રાજ્યો માટે એલર્ટ જાહેર : ઉત્તર ભારતમાં કરા સાથે ભારે વરસાદ અને ધૂળની ડમરીઓ ઉડવાની આશંકા, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

નવી દિલ્હી : દેશભરમાં હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પヘમિ ભારતમાં એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને કારણે આગામી બે દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડું, તીવ્ર પવન અને કરા પડવાની ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ બદલાતા હવામાનને પગલે હવામાન વિભાગે દેશના ૨૦ રાજ્યો માટે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવધ રહેવા અપીલ કરી છે. શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ અને આગળ વધી રહેલા ચોમાસા વચ્ચેના પરસ્પર જોડાણને કારણે આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ વધુ ઝડપી બનશે તેવું હવામાન નિષ્ણાતોનું માનવું છે.
ખાસ કરીને ઉત્તર ભારતના પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તારો સુધી આ તોફાની હવામાનની વ્યાપક અસર જોવા મળશે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડવાની પ્રબળ શકયતા છે, જેને પગલે સ્થાનિક રહીશો અને પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે. કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ એટલી તીવ્ર હોઈ શકે છે કે જેના કારણે વળક્ષો ધરાશાયી થવાની, વીજળીના તાર તૂટી પડવાની અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જવાની ભીતિ છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે ભારે વાવાઝોડું ફૂંકાવાની આશંકા છે. જેના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી (દ્રશ્યતા) ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી શકે છે. જોકે, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને તીવ્ર તડકામાંથી લોકોને મોટી રાહત મળશે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે. છતાં, ખરાબ હવામાન દરમિયાન લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.
બીજી તરફ, દક્ષિણ-પヘમિ ચોમાસું પણ દેશમાં ધીમે ધીમે પરંતુ મક્કમતાથી આગળ વધી રહ્યું છે. મેઘરાજાએ મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા અને ઉત્તર-પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા છે અને આગામી દિવસોમાં તે મધ્ય તેમજ ઉત્તર ભારતના બાકીના ભાગો તરફ આગળ વધશે. ઉત્તર-પૂર્વ ભારતમાં આસામ સહિતના રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ અને વીજળીના કડાકા સાથે વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે, જેથી સ્થાનિક વહીવટીતંત્રે નદી કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા જણાવ્યું છે.
દક્ષિણ ભારતમાં તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના વિસ્તારોમાં પણ જોરદાર પવન સાથે ભારે વરસાદની આગાહી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં પ્રી-મોન્સૂન અને ચોમાસાના પ્રારંભિક મુશળધાર વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, તાજેતરના દિવસોમાં દેશભરમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ આગામી બે-ત્રણ દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં હવામાન અત્યંત સક્રિય થતાં વરસાદની ઘટ અમુક અંશે પૂરી થઈ જશે તેવી આશા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
