૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં ૧.૭૭ લાખના મોતઃ દર કલાકે ૨૦ લોકોએ જીવ ગુમાવ્યો
ભારતમાં માર્ગ અકસ્માતની સંખ્યામાં ૨૦૨૪માં વધારો થયોઃ દર કલાકે ૫૬ માર્ગ અકસ્માત થાય છે : દેશમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગ દ્વારા કૂલ ૪,૮૭,૭૦૭ માર્ગ અકસ્માત નોંધાયાઃ ૧,૭૭,૧૭૫ લોકો માર્યા ગયા છે અને ૪,૭૧,૪૪૧ લોકો ઘાયલ થયા

નવી દિલ્હી,તા.૧૨: માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, ભારતમાં માર્ગ અકસ્માતની સંખ્યા ૨૦૨૪માં ૧.૪૮ ટકા વધીને ૪.૮૭ લાખથી વધુ થઇ છે, જેના પરિણામે દર કલાકે ૨૦ લોકોના મોત થાય છે. અહેવાલ અનુસાર દેશમાં દર કલાકે સરેરાશ ૫૬ માર્ગ અકસ્માત થાય છે.
'ભારતમાં માર્ગ અકસ્માત ૨૦૨૪' નામના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કેલેન્ડર વર્ષ ૨૦૨૪ દરમિયાન દેશમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વિભાગ દ્વારા કૂલ ૪,૮૭,૭૦૭ માર્ગ અકસ્માત નોંધાયા છે, જેમાં ૧,૭૭,૧૭૫ લોકો માર્યા ગયા છે અન ૪,૭૧,૪૪૧ લોકો ઘાયલ થયા છે.
અહેવાલમાં જણાવાયું છે કે, તમિલનાડુમાં સૌથી વધુ ૬૭,૫૨૬ અકસ્માતો થયા હતા જ્યારે ઉત્તર પ્રદેશ (૨૪,૧૧૮)માં ૨૦૨૪ દરમિયાન સૌથી વધુ અકસ્માતમાં મોત નોંધાયા છે.
વર્ષ ૨૦૨૪ દરમિયાન ગુજરાતમાં માર્ગ અકસ્માતોના કિસ્સામાં અગાઉના વર્ષ ૨૦૨૩ની સરખામણીએ ૪.૭%નો ઘટાડો નોંધાયો છે.
જોકે, રાજ્યમાં અકસ્માત બાદ મૃત્યુદર વધીને ૪૯.૫% થયો છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. ગુજરાતમાં અકસ્માતોમાં મૃત્યુ પામનારાઓમાં સૌથી મોટો હિસ્સો ટુ-વ્હીલર ચાલકો (આશરે ૪૯%) અને પદયાત્રીઓ (૨૨%)નો છે.
૨૦૨૪ દરમિયાન, એક્સપ્રેસ વે સહિત નેશનલ હાઇવે (NH) પર કૂલ ૧,૫૦,૯૫૮ (૩૧.૦%) અકસ્માત થયા છે, સ્ટેટ હાઇવે (SH) પર ૧,૦૩,૫૩૮ (૨૧.૨%) અને બાકી ૨,૩૩,૨૧૧ (૪૭.૮%) અકસ્માત બીજા રસ્તા પર નોંધાયા છે.
અહેવાલ મુજબ, નેશનલ હાઇવે પર ૬૪,૭૭૨ (૩૬.૬ %), સ્ટેટ હાઇવે પર ૩૯,૨૭૭ (૨૨.૨%) અને અન્ય રસ્તાઓ પર ૭૩,૧૨૬ (૪૧.૩%) મોત થયા હતા.
વર્ષ દરમિયાન નોંધાયેલા કૂલ ૧,૬૪,૩૭૮ જીવલેણ અકસ્માતોમાંથી ૫૯,૦૪૩ (૩૫.૯%) નેશનલ હાઇવે પર, ૩૯,૩૯૨ (૨૨.૧%) સ્ટેટ હાઇવે પર અને ૬૮,૯૪૩ (૪૧.૯%) અન્ય રસ્તા પર થયા હતા.
માર્ગ અકસ્માતોમાં સામેલ વાહનોની કેટેગરીમાં ૨૦૨૪ દરમિયાન કૂલ મોતમાં ટુ-વ્હીલરનો ભાગ સૌથી વધુ હતો, ત્યારબાદ હળવા વાહન- કાર,ટેક્સી, વાન અને અન્ય મોટર વાહન અને ટ્રક/લારીનો સમાવેશ થાય છે.
રોડનો ઉપયોગ કરનારી કેટેગરીમાં કૂલ મોતમાં ટુ-વ્હીલર સવારોનો ભાગ સૌથી વધુ ૪૬.૨% હતો અને ત્યારબાદ રાહદારીઓ ૨૦.૬% હતા. કાર,ટેક્સી, વાન અને ન્પ્સ્નો ઉપયોગ કરનારાઓનો ભાગ ૧૨.૪ ટકા હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
