News of Friday, 12th June 2026
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પીએમ મોદી ઉપર તૂટી પડયા

મોદીજીએ દેશમાં લોકતંત્રને ખત્મ કરી નાખ્યુ છે : નવી દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ શ્રી મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે જે વ્યકિત મોદીજી વિરૂદ્ધ બોલે છે, વાત કરે છે, તેમના વિરૂદ્ધ કોઈ ટીવી ચેનલ કંઈ બતાવે છે, તો એ બધાને અંદર કરાવી દયે છે. ફ્રીડમ ઓફ સ્પીચ ખત્મ કરી દીધેલ છે. બધી જગ્યાએ ઈડી, સીબીઆઈ, ઈન્કમટેક્સ લોકોને તંગ અને બરબાદ તથા તેમના હકોને છીનવી લેવાની કોશિષ કોઈ કરી રહેલ છે તો તે આ દેશના પ્રધાનમંત્રી છે તેમ શ્રી ખડગેએ આકરા મિજાજમાં જણાવ્યુ હતું. મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે, દલિતો સાથે અન્યાય થાય છે તો મોઢું બંધ કરીને બેસે છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
