News of Saturday, 13th June 2026
માફિયા ડોન નીનો ગુરેરોનું અંગત જીવન : પત્ની પણ કાળા કારોબારમાં ભાગીદાર : ટોકોરોન જેલમાં પરિવાર સાથે ભોગવતો હતો રાજાશાહી વૈભવ!!

કારાકાસ : વેનેઝુએલાના કુખ્યાત ડ્રગ માફિયા અને ‘ટ્રેન ડી અરાગુઆ' સિન્ડિકેટના મુખિયા હેક્ટર રસ્ટનફોર્ડ ગુરેરો ફલોરેસ ઉર્ફે ‘નીનો ગુરેરો' નું ગુનાહિત જગત જેટલું ભયાનક છે, તેનું અંગત અને પારિવારિક જીવન પણ એટલું જ રહસ્યમય અને આヘર્યજનક રહ્યું છે.
નીનો ગુરેરોનો પરિવાર માત્ર તેના અંગત જીવનનો હિસ્સો ન હતો, પરંતુ તેના આંતરરાષ્ટ્રીય આતંક અને ગુનાહિત નેટવર્કનો એક અત્યંત મહત્વપૂર્ણ અને સક્રિય ભાગ હતો.
પત્ની વેન્ડી રિઓસ : ગુનાઓના સામ્રાજ્યની ‘ફર્સ્ટ લેડી': નીનો ગુરેરોના પારિવારિક જીવનમાં તેની પત્ની વેન્ડી રિઓસનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે. વેન્ડી માત્ર એક માફિયા ડોનની પત્ની ન હતી, પરંતુ તેના કાળા નાણાંને સફેદ કરવાના (મની લોન્ડરિગ) વ્યવસાય અને આતંકવાદી પ્રવૃત્તિઓને આર્થિક મદદ પૂરી પાડવાના ગંભીર આરોપોનો સામનો કરી ચૂકી છે.
તપાસ એજન્સીઓના અહેવાલો જણાવે છે કે, વેન્ડી તેના પતિના ડ્રગ્સ અને ખંડણીમાંથી આવતા કરોડો રૂપિયાના સામ્રાજ્યને કાયદેસર બતાવવા માટે વિવિધ ડમી કંપનીઓ અને વ્યવસાયો ચલાવતી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે વોન્ટેડ જાહેર થયા બાદ અને કાયદાકીય સકંજો કસાતા વેન્ડી રિઓસે બોલિવિયા અથવા અન્ય પાડોશી દેશમાં આત્મસમર્પણ પણ કરવું પડ્યું હોવાના અહેવાલો સત્તાવાર માધ્યમોમાં નોંધાયેલા છે.
જેલની અંદર પરિવારનો રાજાશાહી જમાવડો : સામાન્ય રીતે જેલની સજા ગુનેગારને તેના પરિવારથી દૂર રાખવા અને પસ્તાવો કરવા માટે હોય છે, પરંતુ નીનો ગુરેરો માટે વેનેઝુએલાની ટોકોરોન જેલ તેનું પોતાનું ખાનગી રજવાડું હતું. આヘર્યની વાત એ છે કે નીનોનો પરિવાર જેલની અંદર તેની સાથે અત્યંત વૈભવી અને સુરક્ષિત જીવન જીવતો હતો. જ્યારે જેલની બહાર વેનેઝુએલાની સામાન્ય જનતા ગરીબી અને બેરોજગારીનો સામનો કરી રહી હતી, ત્યારે જેલની અંદર તેના પરિવાર અને બાળકો માટે સ્વિમિગ પૂલ, પ્રાઈવેટ રેસ્ટોરન્ટ, બેંક અને નાઈટ ક્લબ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી.
બાળકો માટે જેલમાં બનાવ્યું હતું અંગત પ્રાણીસંગ્રહાલય ! : નીનો ગુરેરોએ પોતાના બાળકો અને પરિવારના મનોરંજન માટે કોઈ કસર છોડી ન હતી. ટોકોરોન જેલ પરિસરમાં જ એક નાનું પ્રાણીસંગ્રહાલય બનાવવામાં આવ્યું હતું, જેમાં સિહ, વાઘ અને દીપડા જેવા જંગલી અને દુર્લભ પ્રાણીઓ રાખવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો માટે જેલમાં જ ભવ્ય પાર્ટીઓ યોજાતી, જેમાં દેશ-વિદેશના જાણીતા ગાયકો અને કલાકારોને બોલાવવામાં આવતા હતા.
પરિવારના સભ્યોનો સિન્ડિકેટમાં ઢાલ તરીકે ઉપયોગઃ નીનો ગુરેરો એક અત્યંત ચાલાક અને નિર્દય ગુનેગાર છે. તેણે પોતાના કાળા કારોબારને સુરક્ષિત રાખવા માટે પરિવારના નજીકના અને વિશ્વાસુ સભ્યોને જ મહત્વની જવાબદારીઓ સોંપી હતી. દક્ષિણ અમેરિકાના અન્ય દેશો કોલમ્બિયા, પેરુ અને ચિલીમાં જ્યારે તેણે પોતાનું નેટવર્ક ફેલાવ્યું, ત્યારે નાણાકીય લેવડદેવડ અને લોજાિસ્ટિક્સનું મોટાભાગનું સંચાલન પરિવારના સભ્યો કે અત્યંત નજીકના સાગરીતો દ્વારા જ કરવામાં આવતું હતું. તેના સાળાઓ અને ભાઈઓ પણ ગેંગના અગ્રણી સભ્યો તરીકે કામ કરતા હોવાનું મનાય છે.
અંગત જીવનમાં સતત ડર અને અવિશ્વાસ : અઢળક સંપત્તિ અને તાકાત હોવા છતાં, નીનો ગુરેરોના અંગત જીવનમાં ડર અને અવિશ્વાસ સતત છવાયેલા રહેતા. તેના પરિવારના સભ્યો ૨૪ કલાક હથિયારબંધ બોડીગાર્ડ્સની સુરક્ષા વચ્ચે રહેતા હતા, કારણ કે હરીફ ડ્રગ કાર્ટેલ અને સુરક્ષા દળોથી તેમના જીવને સતત ખતરો રહેતો હતો. સપ્ટેમ્બર ૨૦૨૩ માં જ્યારે ૧૧,૦૦૦ સૈનિકોએ જેલ પર કબજો જમાવ્યો, ત્યારે નીનો અગાઉથી જ પોતાના પરિવાર અને ખાસ સાગરીતોને સુરક્ષિત રીતે ગુપ્ત ટનલ મારફતે બહાર કાઢીને ફરાર થઈ ગયો હતો.
આમ, નીનો ગુરેરોનું પારિવારિક જીવન સામાન્ય માણસ જેવું નહીં, પરંતુ એક સંગઠિત અપરાધના માઇન્ડસેટથી ચાલતું હતું, જ્યાં પારિવારિક સંબંધોનો ઉપયોગ પણ ગુનાહિત નેટવર્કને મજબૂત અને સુરક્ષિત કરવા માટે જ થતો હતો. તેના અંત સાથે સમગ્ર સામ્રાજ્ય કડડભૂસ તૂટી પડશે તેમ મનાય છે. (૩૭.૬)
અંગત જીવનમાં સતત ડર અને અવિશ્વાસ
અઢળક સંપત્તિ અને તાકાત હોવા છતાં, નીનો ગુરેરોના અંગત જીવનમાં ડર અને અવિશ્વાસ સતત છવાયેલા રહેતા. તેના પરિવારના સભ્યો ૨૪ કલાક હથિયારબંધ બોડીગાર્ડ્સની સુરક્ષા વચ્ચે રહેતા હતા, કારણ કે હરીફ ડ્રગ કાર્ટેલ અને સુરક્ષા દળોથી તેમના જીવને સતત ખતરો રહેતો હતો.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
