News of Saturday, 13th June 2026
ભીમાશંકર જ્યોર્તિલિંગનાં દર્શન સોમવારથી શરૂ : ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત
વેબસાઇટ ન ખુલતા શ્રધ્ધાળુઓમાં અસમંજસ : દરરોજ સવારે ૭ થી ૧૧ દરમિયાન ૧ હજાર ભાવિકોને જ પ્રવેશ

નવી દિલ્હી, તા.૧૩: ૧૨ જ્યોર્તિલિંગમાંના એક ભીમાશંકર મહાદેવ મંદિરનું સમારકામ ચાલી રહ્યું હોવાથી છેલ્લા પાંચ મહિનાથી એને દર્શન માટે બંધ રાખવામાં આવ્યું હતું. હવે સોમવારે ૧૫ જૂનથી દર્શન ફરી શરૂ થશે. દર્શન માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, પણ સમસ્યા એ છે કે એ લિન્ક જ ઓપન ન થતા ભાવિકોમાં અસમંજસ છે.
જિલ્લા-અધિકારી દ્વારા જાહેર કરાયેલી ગોઠવણ અનુસાર મંદિરનું કામકાજ હજી પણ ચાલી જ રહ્યું હોવાથી ૧૫ જૂનથી ૩૦ જૂન દર્શન માત્ર સવારના ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી થઈ શકશે. એ પછી દર્શન બંધ થઈ જશે અને ફરી સમારકામ શરૂ કરવામાં આવશે. વળી એક દિવસમાં ૧૦૦૦ ભાવિકોને જ પ્રવેશ આપવામાં આવશે. દર્શન કરવા આવતા દરેક ભાવિક પાસે તેનું આઇડેન્ટિટી કાર્ડ હોવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
