News of Monday, 15th June 2026
રાજ ઠાકરેએ પોતાની વર્ષગાંઠ પર લોકોને પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ અપાવ્યું
ફયુઅલના ભાવ વધારાનો વિરોધ કરવાની MNSના પ્રમુખની નવી રીત

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેના જન્મદિવસ નિમિત્તે એટલે કે ગઈ કાલે ૧૪ જૂને મુંબઈના ૩૬ પેટ્રોલ-પમ્પ પર પેટ્રોલ પાંચ રૂપિયા સસ્તું કરીને લોકોને આપવામાં આવ્યું હતું. MNSએ આ માટે પાંચ રૂપિયાના ડિસ્કાઉન્ટની કૂપનો વહેંચી હતી. કૂપન આપતાં જ લોકોએ પ્રતિ લીટર પેટ્રોલની કિમતમાં પાંચ રૂપિયા ઓછા ચૂકવવા પડ્યા હતા. પヘમિ એશિયાના યુદ્ધને પગલે સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો એના વિરોધમાં સરકારને ટોણો મરાયો હોવાનું પણ MNSના કાર્યકરોએ આડકતરી રીતે કહ્યું હતું. સામાન્ય લોકોને પેટ્રોલના વધેલા ભાવથી થયેલી અસરનો મુદ્દો આ રીતે ચગાવવામાં આવ્યો હતો. MNSએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ટૂ-વ્હીલર વાહનોને ૩૬ પેટ્રોલ-પમ્પ પર પાંચ રૂપિયા સસ્તું પેટ્રોલ મળે એ માટે અમે વ્યવસ્થા કરી હતી જેથી સામાન્ય લોકોને રાહત મળે.MNSના મતે દેશમાં મોંઘવારી વધી રહી હોવાથી લોકો ત્રસ્ત છે અને તેમને થોડી રાહત મળી રહે એ માટે રાજ ઠાકરેના જન્મદિવસે તેમનાથી શક્ય એટલી મદદ કરવાનો બેડો ઉઠાવાયો હતો.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
