<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ન્‍યૂઝીલેન્‍ડના ઓકલેન્‍ડમાં રમેશભાઈ ઓઝાની હાજરીમાં પરસોત્તમ માસ નિમિત્તે સત્‍સંગ સભા યોજાય

 

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ તા.૧૫: ઓકલેન્‍ડ શહેર માં પધારેલા આંતર રાષ્‍ટ્રીય કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાની હાજર સર્વિસ ફુડ પરીવાર ના ડો ,સુરેશભાઇ બલર પરીવાર દ્વારા ખાસ પરસોત્તમ માસ નિમિત્તે ભવ્‍ય સત્‍સંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું આતકે આંતરરાષ્‍ટ્રીય કથા કાર રમેશભાઈ ઓઝાની હાજરી માં સત્‍સંગ યોજાયો અને વિશાળ સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહી પુજા અર્ચના અને મહા આરતી યોજાય હતી અને હૈ ભાવિકો એ દર્શનો લાભ લીધો આતકે ખાસ વિヘ સાન્‍તિ માટે પ્રાર્થના કરવામાં આવેલ હતી આતકે હાજર લોકોએ પુજય રમેશભાઈ ઓઝાની અમૂત વાણી ખાસ લાભ મળેલો આતકે પુજય રમેશભાઈ ઓઝા દ્વારા આર્શીવચન અપાયા હતા આતકે બલર પરીવાર ના ડો, સુરેશભાઇ બલર, વિદ્યાબેન બલર, અનીલભાઈ બલર,નિકુલભાઇ બલર, અને આતકે ખાસ ડો,મદનમોહન શેઠી (કોન્‍સ્‍યુલેટ જનરલ ઇન્‍ડિયા) તેમજ શ્રીમતી પ્રિય સ્‍વગતિકા શેઠી  હાજર રહ્યા હતા આતકે ડો, કાન્‍તીભાઈ પટેલ,ડેમ એવોર્ડથી સન્‍માનિત રંજનાબેન પટેલ, ડો,વિવેક પટેલ, મોહનભાઈ ડાયા પટેલ, ઇન્‍દ્રજીતભાઇ રાજ્‍યગુરુ,જોન સ્‍મીથ,સારા એડમ, દિલીપભાઈ ભરોલીયા, મનીષભાઈ ત્રિવેદી,દિપાબહેન ત્રિવેદી, તપનભાઇ  દવે,સચીનભાઇ ચકલાસીયા, ભુમીકાબહેન તપનભાઇ પટેલ ,ચકલાસીયા, સહિતના વિસાળ સંખ્‍યા ભાવીકો હાજર રહ્યા હતા અને સત્‍સંગનો લાભ લઇ ઠાકોરજીનાં દર્શન કરેલ  હતા અને જાણ કે માદરે વતન ભારત હોય તેનો માહોલમાં કિવી લોકો ખાસ હાજર રહી ભારતીય સંસ્‍કળતિ ના દર્શન કરેલ હતાં આ કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાબેન બલર,પિનલબહેન બલર, જયાબહેન બલર,શિલાબેન લાલા, પારૂલબેન ભરોલીયા,આદિતિબહેન પટેલ, સાધનાબેન દેશાઇ, બિન્નીબેન પટેલ, ચંપાબેન બાબરીયા સહીતના બહેનો એ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી

(11:11 AM IST)